પાલીતાણામા એક રહેણાંકી મકાનમાં ચોરી

9

અજાણ્યા તસ્કરો રૂપિયા 1.10 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર બન્યાં
ભાવનગર તા,20
પાલીતાણા માં આવેલ એક રહેણાંકી મકાનમાં ભાડે રહેતા શ્રમજીવી ના બંધ મકાનને અજાણ્યા નિશાચરોએ ટાર્ગેટ કરી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળી કુલ રૂ.1.10 લાખનો મુદ્દામાલ ચોરી નાસી છુટતા શ્રમજીવી એ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે પાલીતાણા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા ના તળાવ વિસ્તારમાં આવેલ રજપૂત જ્ઞાતિ ની વાડી પાસે ભાડે રહેતા અને ઇંટ પાડવાની મજૂરી કરતાં અરવિંદ દુલા ડુમરાળીયા એ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગત તા,19,11 ના રોજ તેઓ સહ પરીવાર ઇંટો પાડવા બહારગામ ગયાં હોય અને મકાનને તાળા માર્યાં હોય એ દરમ્યાન રાત્રે કોઈ અજાણ્યા શખ્સો એ બંધ મકાનના તાળાં થોડી મકાનમાં પ્રવેશી રૂમના કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના રોકડ તથા પરચૂરણ ચિઝવસ્તુઓ મળી કુલ રૂ.1,10,500/-માલમત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતાં આ અંગે પાલીતાણા ટાઉન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.