શહીદ કોરોના યોધ્ધાના પરિવારને મુખ્યમંત્રી સહાય ફંડમાંથી રૂપીયા ૨૫ લાખની સહાય

8

ભાવનગરનાં તળાજા હોમગાર્ડઝ યુનિટનાં પ્લાટુન સાર્જન્ટ નરેન્દ્રભાઇ નરભેરામ દવે પોલસની મદદમાં કાયદો અને વ્યવસ્થાની લોકડાઉન દરમ્યાન કોરોના બંદોબસ્તમાં કોરોના પોઝિટિવ થતા ચાલુ સારવાર દરમ્યાન ગત ૧૭ મે, ૨૦૨૧ નાં રોજ શહીદ થયા હતા. તળાજા યુનિટનાં શહીદ કોરોના યોધ્ધા સ્વ. નરેન્દ્રભાઇ નરભેરામ દવેનાં દુઃખદ અવસાન બાદ તળાજા હોમગાર્ડઝ યુનિટનાં ઓફિસર કમાન્ડિંગ ડી.પી. જોશી એ માન.મુખ્યમંત્રીશ્રીનાં રાહત ફંડમાંથી સહાય મળે તે માટેની કાર્યવાહી કરતાં ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા એ કોરોના યોદ્ધા શહિદ સ્વ. નરેન્દ્રભાઇ એન. દવેના વારસદારને તાત્કાલિક અસરથી સહાય મળે તે અર્થે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે અને કમાન્ડન્ટ જનરલશ્રી, ગુજરાત હોમગાર્ડઝ,અમદાવાદ સાથે પરામર્શથી તેઓની સહાય અંગેની દરખાસ્ત ગૃહ વિભાગ, ગુજરાત રાજયને મોકલવામાં આવેલ જેના ફળ સ્વરૂપે માન. મુખ્ય મંત્રી સહાય ફંડ માંથી શહીદ હોમગાર્ડઝ જવાનનાં વારસદારને રૂપિયા ૨૫ લાખની સહાય એકદમ ટૂંકા સમયમાં તા.૧૮નાં રોજ ઇ-પેમેન્ટ દ્રારા તેઓનાં બેંક જમાં થયેલ છે..ગુજરાત રાજયની આ સંવેદનશીલ સરકારે તાત્કાલિક ધોરણે માન. મુખ્યમંત્રીનાં રાહત ફંડ માંથી સહાય સીધા વારસદારનાં બેંક એકાઉન્ટમાં જમા થતા સ્વર્ગસ્થ હોમગાર્ડઝ જવાનના પરીવારે હોમગાર્ડઝ દળ, ગુજરાત સરકાર અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.