વિકી સાથે લગ્ન કર્યા બાદ કેટરીના વધારે ધ્યાન આપશે

3

મુંબઈ,તા.૨૦
કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. લગ્નસ્થળથી લઈને આઉટફિટ સુધી, તેના લગ્ન સાથે જોડાયેલી તમામ માહિતી એક બાદ એક બહાર આવી રહી છે. અમારા સહયોગી ઈટાઈમ્સે સેલિબ્રિટી જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરુજીનો સંપર્ક કર્યો હતો અને પતિ-પત્ની તરીકે કેટરીના કૈફ અને વિકી કૌશલનું લગ્નજીવન કેવું રહેશે તેમજ તેમના માટે ભવિષ્યમાં શું લખાયેલું છે તે જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો. જ્યોતિષીય ગણતરીઓ અને બોલુવિડ સ્ટાર્સના ફેસ રીડિંગના આધારે, જ્યોતિષે જણાવ્યું હતું કે, ’કેટરીના કૈફ અને વિકી કૌશલ અંગત જીવનને એકદમ અંગત રાખવામાં માન છે. લગ્ન પહેલાની વાત હોય કે પછીની, તેઓ તેમના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરશે. ફેન્સને દરેક બાબત જણાવવામાં તેઓ માનતા નથી. તેથી, તેઓ લગ્ન વિશે ચાલી રહેલી અટકળોથી ખુશ ન હોઈ તેમ બની શકે છે. લગ્ન બાદ શું કેટરીના કૈફ વ્યક્તિ તરીકે બદલાઈ જશે કે કેમ તેના વિશે વાત કરતાં જ્યોતિષે જણાવ્યું હતું કે ’પ્રોફેશનલ લાઈફમાં કેટરીના કૈફ હાર્ડ વર્કિંગ છે, જેના કારણે આજે તેનું નામ આટલું મોટું છે. કેટરીનાની દ્રઢતાએ જ તેને ડીવા બનાવી છે. જો કે, વિકી સાથે લગ્ન કર્યા બાદ તે પર્સનલ અને ફેમિલી લાઈફ પ્રત્યે થોડું ધ્યાન કેન્દ્રિત કરશે. એક્ટ્રેસ એવા તબક્કામાં છે જ્યાં તે હાલ પોતાની સાથે થોડો સમય પસાર કરવા માગે છે. જો કે, તેનો અર્થ એવો જરાય નથી કે કેટરીના કૈફ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દેશે પરંતુ સમય જતાં તે થોડા ઓછા પ્રોજેક્ટ લેશે તેવી શક્યતા છે. વિકી કૌશલ માટે, જ્યોતિષે જણાવ્યું હતું કે, તેના સ્ટારડમમાં સતત વધારો થશે અને એક એક્ટર તરીકે સમય જતાં તેનું કદ વધશે. લગ્ન બાદ કેટરીના કૈફ અને વિકી કૌશલ સુખી જીવન જીવશે. ’તેઓ બંને ખૂબ હોંશિયાર છે. તેઓ સેલ્ફ મેડ હોવાથી, જીવનસાથી તરીકે હંમેશા એકબીજાને સન્માન આપશે, આ સિવાય તેમની પસંદગીનું પણ ધ્યાન રાખશે’.