ગારીયાધારમાં કારખાના અને મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 300 નંગ હીરા અને એક મોટર સાયકલ ઉઠાવી ગયા

7

બંને જગ્યાએ મળી કુલ.50 હજારની ચોરી કરી તસ્કરો પલાયન
ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં ગત મોડીરાત્રે તસ્કરોની ગેંગે એક જ રાતમાં રહેણાંકી મકાનો તથા હીરાના કારખાનાઓમાં ખાતર પાડી મોટી રકમનો મુદ્દામાલ ઉઠાવી નાસી છુટતા ભારે ચકચાર મચી જવા પામી છે, આ અંગે હિરાના કારખાનેદાર દ્વારા ગારીયાધાર પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે ગારીયાધાર શહેરમાં આવેલ દાડમીયા વાડી તથા વાવ પ્લોટ વિસ્તારમાં આવેલ રહેણાંકી મકાનો અને હિરાના કારખાનાઓ માં તસ્કરોની ગેંગ ત્રાટકી હતી અને અને કારખાના માંથી 300 નંગ હીરાની ચોરી કરી હતી. જેની કી.30,000 તથા મકાન માંથી ફળિયામાં પડેલ મોટર સાઇકલ જેની કી.20,000 સહિત કુલ 50,000 ચોરી થઈ હતી. જ્યારે હજી મકાનો માથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ સાથે પરચુરણ ચીજ વસ્તુની કેટલાની રૂપિયાની ચોરી થઈ એની જાણ જે મકાનોમાં ચોરી થઈ છે એ મકાનોમાં સુરત રહે છે આથી કયાં મકાન માથી કેટલી રકમનો મુદ્દામાલ ચોરી થયો તે અંગે ની બાબત મકાન માલિકો ગારીયાધાર આવ્યાં બાદ જ સ્પષ્ટ થશે. એક જ રાતમાં બે જગ્યાએ ચોરીનો બનાવ બનતા ગારીયાધાર ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.