બોટાદ જિલ્લા પોલીસની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

94

પોલીસ અધિક્ષક દ્વારા સમગ્ર જિલ્લાનું ક્રાઈમ તથા કામગીરી અંગેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું
બોટાદ જિલ્લા પોલીસની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારની અધ્યક્ષતામાં વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયુ હતું. સને 2021 વાર્ષિક તપાસણી અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાને સાથે રાખી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસ મહાનિરીક્ષક દ્વારા તારીખ 23/11ના રોજ ઢસા પોલીસ સ્ટેશન અને બરવાળા પોલીસ સ્ટેશનની વિઝીટ કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઢસા પોલીસ સ્ટેશન ખાતે આગમન દરમિયાન જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે પોલીસ મહાનિરીક્ષકને સન્માન ગાર્ડ આપી આવકારવામાં આવ્યાં હતા. તેમજ પોલીસ મહાનિરીક્ષકે સબ જેલની પણ વિઝીટ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. પોલીસ વેલ્ફેરના ભાગરૂપે બોટાદ પોલીસ લાઈનની વિઝીટ કરી પોલીસ લાઈનની મહિલાઓ સાથે મિટીંગ કરી હતી અને રહેણાંક સંબંધી રજૂઆતો સાંભળી યોગ્ય નિવારણ કરવા સુચના આપી હતી. બોટાદ જિલ્લાના તમામ ડીવાયએસપી, એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પી.આઈ., મહિલા પોલીસ સ્ટેશન પી.આઈ., સી.પી.આઈ., તમામ થાણા અધિકારી તથા વિવિધ શાખાઓના ઈન્ચાર્જઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી ભવિષ્યમાં કરવાની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સમગ્ર જિલ્લાનું ક્રાઈમ તથા કામગીરી અંગેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક દ્વારા તા. 24/11ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઈન્સ્પેક્શન પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરેડ બાદ ડૉગ સ્કોડ તથા માઉન્ટેડ વિભાગના હોર્સ દ્વારા કરતબ બતાવવામાં આવી હતી. જિલ્લાની બી.ડી.ડી.એસ. ટીમ દ્વારા આધુનિક સાધન સામગ્રીનું પ્રદર્શન તથા ઉપયોગ કરી બતાવ્યો હતો, જિલ્લાના તમામ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી સ્કોડ ડ્રીલ, પી.ટી., રાયફલ એક્સરસાઈઝ, રાયફલ પી.ટી., ફીલ્ડ સિગ્નલ્સ, યોગાસન, મેડીસન બોલ, લગ પી.ટી., સંત્રી ડ્યુટી, ગાર્ડ એન્ડ સંત્રી ડ્યુટી, મસ્કેટરી, લાઠી ડ્રીલ, હથિયાર ટ્રેઈનીંગ, એસેલ્ટ ફોર્સ, અનાર્મ કોમ્બેટ, મોબ કંટ્રોલ ડ્રીલ વિગેરે વિવિધ ઈવેન્ટનું પોલીસ મહાનિરીક્ષક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.બોટાદ જિલ્લાને ફાળવવામાં આવેલા આધુનિક હથિયારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આતંકવાદી બનાવોમાં જરૂરી તાલીમના ભાગરૂપે બંધકોને છોડાવવા અંગેના બિલ્ડીંગ ઈન્ટરવેશનનો ડેમો બતાવવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી તથા કર્મચારીઓને પોલીસ મહાનિરીક્ષકના વરદ હસ્તે મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. જિલ્લાના પોલીસ તથા ક્લેરીકલ સ્ટાફનો પોલીસ સંમેલન તથા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારી તથા કર્મચારીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યાં હતા. પોલીસ પરિવારના બાળકોને શિષ્યવૃતિના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે કોરોના મહામારીના કારણે શહિદ કોરોના વોરિયર ત્રણ પોલીસ કર્મચારીઓને યાદ કરી પોલીસ મહાનિરીક્ષક તથા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લાના હેડ ક્વાર્ટરની આર.એસ.આઈ. કચેરી, ક્લોધિંગ, આર્મરર, વાયરલેસ, એમ.ટી. તથા વિવિધ વિભાગની વિઝીટ કરી હતી. પોલીસ વેલ્ફેર પ્રવૃત્તિમાં પોલીસ પરિવારના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ વર્ગનો તથા શારીરિક તંદુરસ્તી તથા શરીર સૌષ્ઠવ માટે જીમ્નેશિયમનો શુભારંભ કરાવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક દ્વારા બોટાદ જિલ્લા પોલીસની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા કરવામાં આવી હતી અને સારી બાબતોને જાળવી રાખવા અને ક્ષતિઓને સુધારવા જરૂરી ઉપયોગી એવું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. જેથી વાર્ષિક તપાસણી ખુબ જ ઉપયોગી, ઉત્પાદક, માર્ગદર્શક, પ્રોત્સાહક અને પ્રેરણાદાયક રહી હતી.

Previous articleભાવનગરમાં કોંગ્રેસે જન જાગરણ અભિયાનનો પ્રારંભ કર્યો,
Next articleભાવનગરના વરતેજથી બુધેલ ચોકડી સુધીના માર્ગ પર મસમોટા ખાડાઓ પડ્યા, વાહન ચલાવવું મુશ્કેલ બન્યું