લગ્ન પહેલાં રણબીર સાથેની કેટરિનાની તસવીરો વાયરલ

20

મુંબઈ, તા.૩૦
બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ વિકી કૌશલ સાથેના લગ્નને લઈને ચર્ચામાં છે. જોકે, આ વાતમાં કેટલુ સત્ય છે તે માત્ર તેઓ જ જાણે છે, કારણકે સત્તાવાર રીતે હજુ સુધી કંઈણ વાતનો ખુલાસો નથી થયો. એક સમય એવો હતો જ્યારે ઈન્ડસ્ટ્રીમાં દરેકની જીભ પર કેટરિના કૈફ અને રણબીર કપૂરના અફેરની ચર્ચા હતી. બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ વિકી કૌશલ સાથેના લગ્નને લઈને ચર્ચામાં છે. જોકે, આ વાતમાં કેટલુ સત્ય છે તે માત્ર તેઓ જ જાણે છે, કારણકે સત્તાવાર રીતે હજુ સુધી કંઈણ વાતનો ખુલાસો નથી થયો. એક સમય એવો હતો જ્યારે ઈન્ડસ્ટ્રીમાં દરેકની જીભ પર કેટરિના કૈફ અને રણબીર કપૂરના અફેરની ચર્ચા હતી. જોકે, હવે બંને લિવ ઈન રિલેશનમાં રહેવા લાગ્યા. કેટરીનાનું નામ આ પહેલા પણ ઘણી વખત સલમાન ખાન સાથે જોડાઈ ચૂક્યુ છે. ફિલ્મ મૈંને પ્યાર ક્યૂં કિયા’ બાદ સલમાન ખાન અને કેટરિના કૈફ વચ્ચે નિકટતા વધી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે બંને લગ્ન કરશે. પણ અંદરની વાત કંઈક બીજી જ હતી. પછી કહાનીમાં ટ્‌વીસ્ટ આવ્યું. ફિલ્મ બૂમમાં સાથે કામ કર્યા બાદ કેટરિનાનો ક્રશ રણબીર કપૂર તરફ વળ્યો. ત્યારબાદ બંને વચ્ચેની નિકટતા વધતી ગઈ. પછી એક દિવસ એવું બન્યું કે, બંનેના પ્રેમની ચિંગારીએ જોર પકડ્યું. બંનેની એકસાથે રજાઓ ગાળતી તસ્વીરો પણ વાયરલ થઈ. એક તસ્વીર એવી પણ હતી જેમાં કેટ-રણબીર સ્પેનમાં સમય વિતાવી રહ્યા હતા. આ તસ્વીરોમાં કેટરીનાએ બિકીની પહેરી છે. આ ફોટા લીક થતાની સાથે જ તે આગની જેમ વાયરલ થઈ ગયા અને બંને વચ્ચે ખીલેલા પ્રેમ પર મહોર લાગી ગઈ. આ તસવીરો બાદ સલમાન ખાનનો ગુસ્સો જોવા જેવો હતો. તેણે કેટરીના સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પરંતુ રણબીર સાથે પણ કેટરીનાનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. જે બાદ કેટરીના ડિપ્રેશનમાં આવી ગઈ હતી.