શનિવારે ખગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

141

ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહિ, વિશ્વમાં ચાર કલાક આઠ મિનિટનો નજારો, તા. ૪ ડિસેમ્બરે વિશ્વમાં રોમાંચકારી અવકાશી ખગોળીય ઘટના, વિશ્વના અમુક પ્નદેશોમાં ખગ્રાસ બાકીના પ્નદેશમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે
દુનિયાના દેશો અને અમુક પ્નદેશોમાં શનિવાર તા. ૪ ડિસેમ્બરે અમુક પ્નદેશો – દેશોમાં ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ. વિશ્વના વૈજ્ઞાનિકોએ માનવ કલ્યાણકારી સંશોધનો માટે પોતાનું નિયત સ્થળની પસંદગી કરી લીધી છે. આ ગ્રહણ એન્ટાર્કટીકામાં ખગ્રાસ અને દક્ષિણ આફ્રિકા, દક્ષિણ એટલાન્ટીકામાં ખંડગ્રાસ સ્વરૂપે અદ્દભુત અલૌકિક નજારો જોવા મળશે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમકારક છે. ભારતમાં ગ્રહણ સંબંધી વૈધાદિ નિયમો, સુતક-બુતક વર્તમાન સમયમાં અપ્નસ્તુત, અવૈજ્ઞાનિક સાથે બોગસ છે. ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી દેશભરમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજ સાથે સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી લેભાગુઓની આગાહીઓ, ફળકથનોની હોળી કરશે. સંવત ર૦૭૮ ના કારતક વદ કૃષ્ણપક્ષ અમાસને તા. ૪ ડિસેમ્બર શનિવારના રોજ વૃશ્ચિક રાશી, જયેષ્ઠા નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ. જયારે વિશ્વના અમુક પ્નદેશો-દેશોમાં અવકાશી ઘટના અલૌકિક જોવા મળશે. એર્ન્ટાકટિકામાં ખગ્રાસ અને દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ એટલાન્ટીકામાં ખંડગ્રાસ સ્વરૂપે અદ્દભુત જોવા મળવાનું છે. વર્ષ ર૦ર૧ નું આખરી છેલ્લું ગ્રહણ નિહાળવા વૈજ્ઞાનિકો, ખગોળપ્નેમીઓ થનગની રહ્યા છે. આ ગ્રહણ ભારતમાં લોકોને જોવા મળશે નહિ. ટી.વી., ઈન્ટરનેટ માધ્યમમાંથી અદ્દભુત નજારો જોવા મળશે. એન્ટાર્કટિકામાં જબરી તૈયારીઓ ચાલી રહી છે. ભૂમંડલે ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : ૧૦ કલાક પ૯ મિનિટ ૧૮ સેકન્ડ, ગ્રહણ સંમીલન : ૧ર કલાક ૩૦ મિનિટ ૦૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૩ કલાક ૦૩ મિનિટ ર૮ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : ૧૩ કલાક ૩૬ મિનિટ ૩૯ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૧પ કલાક ૦ ૭ મિનિટ ર૯ સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાન : ૧.૦૩૭ અને મધ્ય ૦૧ મિનિટ ૭ સેકન્ડ સ્થિરતા રહેશે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ભારતમાં ખગ્રાસ કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળવાનું નથી. વિશ્વના અમુક દેશ-પ્નદેશોમાં આશરે ચાર કલાક આઠ મિનિટ સુધી ગ્રહણનો અવકાશી નજારો આબેહુબ જોવા મળવાનો છે. આ ગ્રહણ અદ્દભુત-અલૌકિક છે. જીંદગીનો યાદગાર પ્નસંગ છે. માનવ જાતે વિજ્ઞાન ઉપકરણથી જોવાલાયક નજારો છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ પોતાની જગ્યા નિયત કરી વ્યવસ્થા આરંભી દીધી છે. વિશ્વના વૈજ્ઞાનિકો અદ્યતન સાધનોથી લોકકલ્યણકારી સંશોધનો કરશે. ગ્રહણની અસરો, પશુ-પંખી-પક્ષી અને તેની ગતિવિધિ સાથે સાર્વત્રિક અભ્યાસ કરશે. વિશ્વ આખું તા. ૪ ડિસેમ્બરે ટી.વી. માં ગ્રહણ સંબંધી વિસ્તૃત માહિતી આપશે. ઘર બેઠા નજરે ગ્રહણ જોઈ શકાય છે. ચંદ્ર-સૂર્યગ્રહણનો માત્ર ને માત્ર અવકાશી ખગોળીય ઘટના ભૂમિતિની રમત, પરિભ્રમણના કારણે ઘટના બને છે. લાખો-કરોડો માઈલ દૂર અવકાશી ઘટના બને છે તો પણ વૈજ્ઞાનિકો માનવ જાતની સુખાકારી માટે સંશોધનો કરે છે. જયારે ભારતમાં સદીઓથી લેભાગુ આગાહીકારો પાસે એકપણ વિજ્ઞાન ઉપકરણ વગર, કપોળકલ્પિત ચોપડીના આધારે ફળકથનો કરી લોકોને ઊંધા-અવળે માર્ગે વાળે છે. ભૌગોલિક, રાજકીય, સામાજિક, રાશિ ફળકથનો, ક્રિયાકાંડો વગેરે જાતજાતના તૂત લોકોના માથા ઉપર મુકે છે. લોકોને માનસિક પછાત રાખવાનું ષડયંત્ર કહી શકાય. ભારતમાં મોટાભાગના જયોતિષીઓને ખગોળનું જ્ઞાન જ નથી. વર્ષો જુની ચોપડીમાંથી જોઈ ફળકથનો કરે છે. જાથાએ કહેવાતા મોટા માથાના લેભાગુઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈ આકાશમાં રાશિ, નક્ષત્ર, ગ્રહણો બતાવવા કહ્યું તેમાંથી એક પણ ગ્રહ-રાશી નામ સહિત બતાવી શકયા ન હતા. માત્ર લોકોને ઉલ્લું બનાવવમાં બેહદ હોંશિયાર સાબિત થયા હતા. પોતાના ફળકથનોના ધંધામાં ગ્રહોના મંત્ર-જાપ, નિવારણ હોમ, કર્મકાંડ કરાવવામાં પાવરધા સાબિત થયા હતા. લેભાગુએ જાથાને કહ્યું કે માનવજાતને ગ્રહો નડતા જ નથી તેવું કહેવામાં આવે તો રોજગારી કયાંથી મેળવવી ? ભય-ડર બતાવો તો જ ગ્રહ નિવારણ કરવામાં આવે છે. તેથી જાત-જાતના વિધિ-વિધાન બતાવવામાં આવે છે તેવી નિખાલસતા બતાવી હતી. ચંદ્ર-સૂર્યગ્રહણનો માનવજાતને નડતા જ નથી તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે છતાં ભારતમાં લેભાગુઓનો ધંધો આજે પણ પૂરબહાર ચાલે છે તેનું જાથાને દુઃખ છે.

Previous articleસિલ્વર બેલ્સ સ્કુલના થિન્કીંગ અલાઉડનાં બાળકોનો ફેલીસીટેશન સેરેમની સાથે ફીલોસોફી કાફેનું ઉદ્‌ઘાટન
Next articleલગ્ન પહેલાં રણબીર સાથેની કેટરિનાની તસવીરો વાયરલ