દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૯૯૦ નવા કેસ નોંધાયા

19

ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે : દેશમાં નોંધાતા કેસના ૫૦ ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે, ૧૯૦ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો
નવી દિલ્હી, તા.૩૦
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૫૩માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૫૬માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૯૯૦ નવા કેસ નોંધાયા છે અને ૧૯૦ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૦,૧૧૬ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૫૪૪ દિવસના નીચલા સ્તર ૧,૦૦,૫૪૩ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૩૩૮૨ કેસ નોંધાયા છે અને ૫૯ સંક્રમિતોના મોત થયા છે. સોમવારે ૮૩૦૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૯૯૦૫ લોકો કોરોના સામે જંગ જીત્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૧૨૩,૨૫,૦૨,૭૬૭ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૭૮,૮૦,૫૪૫ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૦૧૨૫૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે ૭૬૨૨૬૮ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.