દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૫૪ નવા કેસ નોંધાયા

14

છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો : દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, દેશમાં નોંધાતા કુલ કેસના ૫૦ ટકાથી વધારે કેસ હજુ કેરળમાં નોંધાઈ રહ્યા છે
નવી દિલ્હી,તા.૧
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૫૪માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૫૭માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૫૪ નવા કેસ નોંધાયા છે અને ૨૬૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૦,૨૦૭ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૯૯૦૨૩ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૩૭૦ કેસ નોંધાયા છે અને ૧૭૭ સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે માત્ર ૬૯૯૦ કેસ નોંધાયા હતા અને ૧૯૦ લોકોના મોત થયા હતા. સોમવારે ૮૩૦૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૯૯૦૫ લોકો કોરોના સામે જંગ જીત્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૧૨૪,૧૦,૮૬,૮૫૦ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૮૦,૯૮,૭૧૬ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૧,૦૮,૪૬૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે.