ભાવનગર શહેરમાં કોરોનાના નવા વધુ એક કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ૨૮ થઈ

99

ભાવનગરમાં દિવસને દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરમાં કોરોનાના એક નવા કેસ નોંધાયો હતો, શહેરમાં એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં છેલ્લા ચાર દિવસથી કેસ ન આવતાં રાહત થઈ હતી. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધી ને ૨૮ પર પહોંચ્યો છે. શહેરમાં ૨૫ અને ગ્રામ્યનો ૩ એક્ટિવ કેસ છે.
ભાવનગર શહેરમાં આજે એક સ્ત્રી કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે એક નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસનો કુલ આંક ૨૮ પર પહોંચી ચૂક્યો છે. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લો થોડા દિવસ પહેલા કોરોનામુક્ત થયો હતો. પરંતુ, છેલ્લા ઘણા દિવસથી જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીના નોંધાયેલા કુલ ૨૧ હજાર ૪૯૬ કેસ પૈકી હાલ ૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleભાવનગરમાં કોરોનાના કેસમાં વધારો થતા તંત્રએ પાંચ સ્થળોએ રેપીડ ટેસ્ટ શરૂ કર્યા, સર. ટી. હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરાઈ
Next articleકંસારા કબ્રસ્તાનમાં નગસેવકની ગ્રાન્ટમાંથી ૧૫ સ્ટ્રીટલાઈટ ફિટીંગ કરાઈ