ઓપન ભાવનગર ચેસ કોમ્પિટિશનમાં નૈમિષારણ સ્કૂલના વિદ્યાર્થી વિજેતા

33

ચેસ પ્લેયરએસોસિએશન ભાવનગર દ્વારા ચેસ માસ્ટર ઓપન ભાવનગર ચેસ કોમ્પિટિશન નું આયોજન કરેલ જેમાં અમારી શાળા ના વિદ્યાર્થી અહંમ કામદાર અંડર ૧૧ વય ગ્રુપ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયન ટ્રોફી જીતેલ તેમજ ધ્યેય વિસાણીઅંડર ૧૧ વય ગ્રુપ માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રનર્સઅપ ટ્રોફી જેટલા તેમજ યુગ જોશી એ અન્ડર ૯ વય ગ્રુપ માં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ અને શાળા નું ગૌરવ વધારેલ.ઉપરોક્ત ખેલાડીઓ ને તાલીમ શાળા વ્યાયમ શિક્ષક શરદ ગોહેલે આપેલ તો આ બદલ શાળા ના પ્રિન્સીપાલ શ્રી કે.પદમાસિંઘ તેમજ શાળા ના સંચાલક શ્રી કે.પી.સ્વામી અભિનંદન પાઠવેલ છે .