સમસ્ત રામી માળી જ્ઞાતિનો 23 સમુહ લગ્નોત્સવ યોજાયો

37

સમસ્ત રામી માળી જ્ઞાતિ ભાવનગર દ્વારા આજે 23મો સમુહ લગ્નોત્સવ મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાયો હતો.
ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે આજે શનિવારના રોજ સમસ્ત રામી માળી સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમિતિ દ્વારા છેલ્લા 22 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેમાં 4 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જ્ઞાતિના દાતાઓ તરફથી સમુહ લગ્નમાં ભાગ લેનાર કન્યાઓએ ભેટ સોગાદ સ્વરૂપે વિવિધ વસ્તુઓ કરિયાવરમાં અપાઈ હતી.

ભાવનગર શહેર જિલ્લા સહિત આગેવાનો, જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપત્તિઓને શુભેચ્છા પાઠવી હતી. આ સમુહ લગ્નોત્સવમાં સમસ્ત રામી માળી જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિના રજનીકાંતભાઈ ડોડીયા, પ્રકાશભાઈ ડોડીયા, નીતિનભાઈ સાવડીયા, વિરેશભાઈ ડોડીયા, ભાસ્કરભાઈ સોલંકી, સુરેશભાઈ મકવાણા સહિતના વ્યવસ્થાપકોએ ભારે જહેમત ઉઠાવી હતી.