નિલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ બેન્ડ કાર્યકમ યોજાયો

36

ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા આજ રોજ નિલમબાગ સર્કલ ખાતે આઝદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત ભાવનગર પોલીસ બેન્ડ વિભાગ સાથે રાખી ને બેન્ડ ડિસ્પ્લે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળા એ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ભાચકન, સ્ટાફ તથા પોલીસ બેન્ડના, તથા નાગરિકો કાર્યક્રમનો લાભ લીધો હતો,આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ભાવનગર પોલીસ અધિક્ષક કચેરી દ્વારા દર ૧૨/૧૨/૨૦૨૧ થી ૯/૧/૨૦૨૧ દરમિયાન આવતા રવિવાર ના રોજ પાંચ પોલીસ સ્ટેશનનો દ્વારા જુદા-જુદા સ્થળે પોલીસ બેન્ડ વિભાગ સાથે રાખી બેન્ડ ડિસ્પ્લે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.