શ્રીનગરમાં સુરક્ષાદળોની બસ પર આતંકવાદી હુમલો

33

હુમલામાં ૨ જવાન શહીદ, ૧૨ ઈજાગ્રસ્ત : બસ શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલ જવનમાં સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ તરફ જઈ રહી હતી
શ્રીનગર, તા.૧૩
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોની એક બસ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં ૧૨ જવાનો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. જ્યારે ૨ જવાન શહીદ થયા છે. ઘટનાબાદ ઈજાગ્રસ્ત જવાનોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી છે. પ્રાથમિક સૂચના પ્રમાણે સૂત્રોનું કહેવું છે કે સુરક્ષાદળોની બસ પર બેથી ત્રણ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોથી ભરેલી બસ શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલ જવનમાં સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ તરફ જઈ રહી હતી. આ બસમાં જમ્મુ-કાશ્મીર આર્મર્ડ પોલીસની નવમી બટાલિયનના જવાન સફર કરી રહ્યાં હતા. તમને જણાવી દઈએ કે જે વિસ્તારમાં હુમલો થયો છે ત્યાં ન માત્ર જમ્મુ કાશ્મીર પોલીસનું ટ્રેનિંગ સેન્ટર છે, પરંતુ સેના અને સીઆરપીએફના ઘણા કેમ્પ છે. આજે દિવસે, શ્રીનગરની બહારના ભાગમાં સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર રંગરેથ વિસ્તારમાં થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે ટિ્‌વટર પર જણાવ્યું કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ થઈ શકી નથી.