વિરમગામ સાણંદ હાઈવે પર એસ .ટી. બસ ભડભડ સળગી

44

એસ ટી બસમાં સવાર તમામ મુસાફરોનો થયેલો આબાદ બચાવ
વિરમગામ અમદાવાદ હાઈવે સચાણા બાઇપાસ રોડ પર પસાર થઈ રહેલી મોરબી-દાહોદ એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતાં એસટી બસમા અચાનક આગ ફાટી નીકળતા સમય સુચકતા વાપરી તમામ પેસેન્જરોને ડ્રાઇવર કંડક્ટર દ્વારા નીચે ઉતારી લેવામા સફળતા મળી હતી જ્યારે જોતજોતામાં આગે રોદ્ર રૂપ ધારણ કરતા આખીબસ આગની લપેટમાં આવી ગઈ હતી.હાઈવે પર બસમાં આગ લાગતા ભય સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વાહનચાલકો દ્વારા પોતાના વાહનો થોભાવી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.વિરમગામ નગરપાલિકા ફાયર ફાઈટર ટીમને આ અંગેની માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે એસટી બસમાં આગ લાગવાનો બનાવ સાણંદ-વિરમગામ હાઈવે સચાણા બાઇપાસ પાસે બન્યો હતો.આ બનાવ ની જાણ થતાં અમદાવાદ એસ ટી વિભાગના વિભાગીય નિયામક, પરિવહન અધિકારી, યંત્રાલય અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.