રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને કારે અડફેટે લેતા કરૂણ મોત

31

તળાજા તાલુકાના વેળાવદર ગામે રહેતા આણંદજીભાઈ દેવશીભાઈ હડિયા આજે સાંજના ૪.૩૦ના અરસામાં પોતાના ઘરેથી વાડીએ જઈ રહ્યાં હતા ત્યારે તળાજા-ભાવનગર હાઈવે પર વેળાવદર ગામ પાસે આવેલી જય અંબે જીનિંગ પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે ભાવનગર તરફથી આવી રહેલી અને કળસાર જઈ રહેલી જીજે-૦૫-જેકે-૬૩૨૨ના ચાલકે અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં આણંદજીભાઈ દેવશીભાઈ હડિયા (ઉ.વ.૭૦)નું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મૃતકના દિકરા પ્રવિણભાઈ આણંદભાઈ હડિયા (રહે. વેળાવદર)એ તળાજા પોલીસ મથકમાં જીજે-૦૫-જેકે-૬૩૨૨ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાનમાં અન્ય એક બનાવમાં બોટાદમાં સવગળનગર-૨માં રહેતા કિરણભાઈ ડાયાભાઈ બથવાર અને તેમના મોટાભાઈ નીલેશભાઈ ડાયાભાઈ બથવાર (ઉ.વ.૨૯) તા. ૧૭/૧૨ના સાંજ ૯.૩૦ સાંગપુર રોડ પર જમીને આટો મારવા જતાં હતા ત્યારે અમન ટાવર પાસે પહોચ્યા હતા ત્યારે કાર નં.જીજે.૩૩ બી.૬૦૦૧ના ચાલકે નીલેશભાઈને ટક્કર મારતા મોત નિપજ્યું હતું.