ઓમિક્રોનના તમામ દર્દીએ બે વખત ટેસ્ટ કરાવવો પડ્યો

12

ઓમિક્રોનનું પરિણામ એકવારમાં નથી મળતું : અત્યારસુધીમાં નોંધાયેલા ઓમિક્રોનના દર્દીઓને ફરીથી ટેસ્ટ કરાવવાની ફરજ પડી હતી, કેટલાક કિસ્સામાં પહેલા બે RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા
અમદાવાદ,તા.૨૧
સોમવારે વડોદરામાં અને રવિવારે અમદાવાદમાં નોંધાયેલા કેસમાં શું સામાન્ય હતું? દર્દીઓના RT-PCR રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા હતા પરંતુ ત્રીજી વખત રિપોર્ટ થતાં તેઓ કોવિડ-૧૯થી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ જીનોમિક સિક્વન્સિંગમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળ્યો હતો. વડોદરાની ૨૭ વર્ષીય મહિલાના કિસ્સામાં, ગયા અઠવાડિયે યુકેથી પરત આવ્યા બાદ તેનામાં તાવ જેવા લક્ષણો દેખાયા હતા. ’જરૂરિયાત પ્રમાણે ફ્લાઈટમાં ઉડાણ ભરતા પહેલા તેણે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. મુંબઈ પહોંચ્યા બાદ તેણે ફરીથી ટેસ્ટ કરાવ્યો હતો અને રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું, તેમ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. બાદમાં તે વડોદરા પરત ફરી હતી. તેનામાં લક્ષણો દેખાતા વધુ એક ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી હતી અને તેમાં વાયરસની હાજરી નોંધાઈ હતી. તાંઝાનિયાના કપલના કિસ્સામાં, મુંબઈ અને અમદાવાદમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, આ સિવાય ફ્લાઈટ પકડતી વખતે પણ તેમનો ટેસ્ટ નેગેટિવ હતો. નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે, હળવાા લક્ષણો અથવા લક્ષણોનો અભાવ ડિટેક્શનને વધારે મુશ્કેલ બનાવે છે. જ્યાં સૌથી વધારે ઓમિક્રોનના કેસ છે, તેવા દેશમાંથી આવતા મુસાફરો માટે શું મલ્ટિપલ ટેસ્ટિંગ સામાન્ય હોઈ શકે છે કેમ તે જાણવા માટે રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, તેમણે ઉત્તર આપ્યો નહોતો.
અમદાવાદના પેથોલોજિસ્ટ ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, જે રીતે સિમ્પલ એકઠા કરવામાં આવે છે તે એટલું જ મહત્વ ધરાવે છે, જેટલું કિટનું હોય છે. નાક અને ગળાના સ્વેબ એમ બંને રિઝલ્ટ આપી શકે છે, પરંતુ જો વાયરલ લોડ ઓછો હોય તો વાયરસ તરત શોધી શકાતો નથી, તેમ તેમણે કહ્યું હતું. ’શક્ય છે કે પહેલા બે ટેસ્ટ ટૂંકા સમયગાળામાં હાથ ધરવામાં આવ્યા હોય અને ત્રીજા ટેસ્ટમાં તપાસ માટે જરૂરી વાયરલ લોડ પ્રાપ્ત થયો હોય. ડો. મહેશ્વરીએ ઉમેર્યું હતું કે, વધુ સારા રિઝલ્ટ માટે કિટમાં એસ-જીનનો પણ સમાવેશ થવો જોઈએ. ડેલ્ટામાં, તપાસ માટે મલ્ટિપલ ટેસ્ટ જરૂરી છે કે કેમ તે જોવા માટે આપણી પાસે આવી મેથડ નહોતી’. વધુમાં કહ્યું હતું કે ’ઓમિક્રોનના કેસમાં, મુસાફરી પહેલા અને આગમન પર ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટિંગની જરૂરિયાત અમને રેફરન્સ પોઈન્ટ આપે છે. અત્યારસુધીના ૧૪ કેસનું વિશ્વેષણ દર્શાવે છે કે, માત્ર ચાર જ કેસ લક્ષણ ધરાવતા હતા, ૧૨ દર્દીઓ ૫૦થી નીચેની ઉંમરના હતા અને બંને અથવા એક રસી લીધેલી હતી, અને ૧૨ દર્દીમાં ઓમિક્રોનની સ્થિતિની જાણ હોવાથી પહેલાથી જ મેડિકલ નિરીક્ષણ હેઠળ હતા. બે કેસમાં, કેટલાક નજીકના સંબંધોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.