બાળકના અપહરણકારોનું ભરતનગરમાં કઢાયું સરઘસ

123

બાળકના અપહરણકારોનું ભરતનગરમાં કઢાયું સરઘસ બાળકનું અપહરણ કરી ખંડણી વસુલવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ ચબરાક બાળક ઝાળ માં ન ફસાતા મહેનત એળે ગઈ
શહેરના તળાજા રોડપર આવેલ ટોપ-થ્રી સિનેમા નજીક આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા એક આઠ વર્ષીય બાળકનું અપહરણ કરવાનો પ્રયત્ન કરનાર ચાર શખ્સો ઝડપાઈ જતાં ભરતનગર પોલીસે આરોપીઓનુ સરઘસ કાઢી સરભરા કરી હતી. ગત તા.૧૯ ૧૨ ના રોજ શહેરના તળાજા રોડપર આવેલી ટોપ-થ્રી સિનેમા નજીક ગોકુળધામ સોસાયટીમાં રહેતા અને અલંગ શિપયાર્ડમાં કામ કરતાં અમરીશ આદર્શ ભારદ્વાજ નો આઠ વર્ષીય પુત્ર સોસાયટી ના ગેટ પાસે રમી રહ્યો હતો તે વેળા ચાર શખ્સોએ પાર્સલ આવ્યું છે તેમ જણાવી બાળક અંશવિરને પાસે બોલાવી અપહરણ નો કારસો ઘડ્યો હતો પરંતુ ચાલાક બાળક સિધ્ધો તેના દાદા પાસે દોડી જતાં અપહરણકારોનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો આ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે ચાર શખ્સોની સીસીટીવી ફૂટેજ આધારે ધડપકડ કરી હતી જેમાં પ્રદિપ હિંમત સરવૈયા રે.ગોકુળધામ સો.સા ચેતન રમણીક કિલજી રે સિંધુંનગર રણજીત ભાવુ સરવૈયા રે સ્વપ્નસૃષ્ટી ટોપથ્રી તથા મયુર ઉર્ફે ડગી ઘનશ્યામ ચુડાસમા રે ગોકુળધામ ની અટક કરી કોર્ટમાં રજૂ કરી એકદિવસીય રીમાન્ડ મેળવ્યા હતા આ અંગે ચારેય શખ્સોનો મનસુબો બાળકનું અપહરણ કરી ખંડણી વસુલવાનો હતો પરંતુ ચાલાક બાળકે તેના દાદા ને વાત કરતાં ખંડણીખોરોનો પ્લાન નિષ્ફળ નીવડ્યો હતો આ આરોપીઓનુ ભરતનગર પોલીસે જાહેરમાં સરઘસ કાઢી સરભરા કરી લોક જાગૃતિ નો સંદેશો પ્રસારિત કર્યો છે અને લોકો ને સતર્ક કર્યાં છે.