ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે ભાવનગર શહેર ભાજપ દ્વારા બ્લડ સુગર ચેકઅપ કેમ્પ યોજાયો

40

ભાવનગર શહેર જુદા-જુદા 13 વોર્ડમાં નિ:શુલ્ક આ કેમ્પ યોજાયો
25 ડિસેમ્બરને શનિવારના રોજ ભારતનાં પુર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના રોજ સુશાસન દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ભાવનગર શહેર ભાજપના ડોક્ટર સેલ દ્વારા ભાવનગર શહેરના બજરંગદાસ બાપા હોસ્પિટલ ખાતે બ્લડ સુગર અને બીપી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બજરંગદાસ આરોગ્ય ધામ ખાતે ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ભારતીબેન શિયાળના વરદ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીઓ તેમજ શહેર ભાજપા મેડીકલ સેલનાં સંયોજક આંખનાં સર્જન ડોક્ટર દેવાંગભાઈ દેસાઈ અને સહસંયોજક વૈદ્ય હિરલ કુમાર દાણી ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં 579 સ્થળોએ નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર શહેર ભાજપ મેડીકલ સેલ દ્વારા આજરોજ શનિવારેને સવારે 9 થી 12 સૂધી શહેરનાં તમામ 13 વોર્ડમાં જુદા-જુદા સ્થળોએ બ્લડપ્રેશર અને બ્લડ સુગર (ડાયાબિટીસ) પરીક્ષણ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે, આગામી એક અઠવાડિયા સુધી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે, ભાવનગર શહેર જુદા-જુદા 13 વોર્ડના વિવિધ સ્થળો જેમકે જેમકે મેલડીમાના મંદિર પાસે, દેસાઈનગર પેટ્રોલપંપની પાછળ, હાદાનગર, ભાવનગર પરા ખાતે ડો. મહેન્દ્ર મહેતાના માર્ગદર્શનમાં તેમજ કુંભારવાડા વોર્ડ ખાતે માઢીયા રોડ પર ડો. ગોવિંદ મકવાણા તેમજ ર્નિમળનગર, ર્નિમળેશ્વર મંદીર સામે ડો. નરેન્દ્ર ત્રિવેદી તેમજ ઇંન્ડિયન રેડક્રોસ સોસાયટી સાર્વજનીક દવાખાનું, કોળી જ્ઞાતિની વાડી, કરચલીયાપરા ખાતે ડો. મિલન પારેખના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજાયો હતો. આ ઉપરાંત જાની મેટરનિટી હોમ, બોરડી ગેઇટ પોલીસ સ્ટેશન પાસે ડો. સતિશ જાની તેમજ વી.સી લોઢાવાંળા હોસ્પિટલ ખાતે ડો. રવિ વાઘેલા તેમજ સિધ્ધી વિનાયક મેડીકલ સેન્ટર, ડો.જયેશ પંડ્યાની બાજુમાં. નાનાભા વાડી, કાળુભા રોડ, કાળાનાળા ખાતે ડો. રાજીવ ઓઝા તેમજ બજરંગદાસ બાપા આરોગ્ય ધામ, પાનવાડી ચોક ખાતે ડો. દર્શન શુક્લ તેમજ ક્રિશ્ના કલીનીક, ક્રિશ્ના ફ્લેટ્‌સ, બોરતળાવ, બેન્ક કોલોની ખાતે ડો. રમેશ મોરડીયા તેમજ શ્રધ્ધા આયુ કલીનીક, લખુભાઇ હૉલ પાસે, કાળીયાબીડ ખાતે ડો. રાજૂ પાઠક તેમજ માલધારી સોસાયટી, ભરતનગર રોડ, શિક્ષક સોસાયટી સામે ડો. હિરલ દાણી, પરિવાર જનરલ હોસ્પિટલ, શિવાજી સર્કલ ખાતે ડો. ભાવેશ મકવાણા તેમજ શ્રીજી કલીનીક, શિવાજી સર્કલ થી સુભાષનગર રોડ, પંચવટી ચોક પહેલા ડો. પ્રવીણ રાઠોડના માર્ગદર્શનમાં બ્લડપ્રેશર અને બ્લડ સુગર (ડાયાબિટીસ) પરીક્ષણ માટેના નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો.