રાણપુરમાં ધોળાપુલ પર એસ.ટી.બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

87

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધોળાપુલ ઉપર એસ.ટી.બસ અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. ધોરણ-૧૦માંનું ફોર્મ ભરવા માટે રાણપુર આવ્યો હતો અને ફોર્મ ભરીને પરત ઉમરાળા જતો હતો ત્યારે રાણપુર બાજુથી પાળીયાદ ત્રણ રસ્તા તરફ જઈ રહેલા મોટરસાઈકલ સામે આવતી જસદણ-અમદાવાદ એસ.ટી.બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોટરસાઈકલમાં બે યુવકો સવાર હતા જેમાંથી એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજા યુવકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે મળતી માહીતી મુજબ મૃતક બાઈક ચાલક રાણપુર તાલુકાના ઉમરાળા ગામનો અનીલભાઈ એભલભાઈ સરવૈયા (ઉં.૧૭) હોવાનું ખુલ્યું હતું. આ અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતને લઈને પુલ ઉપર વાહનોનો ટ્રાફીક જામ થયો હતો. પોલીસે ભારે મહેનતે ટ્રાફીક દુર કર્યો હતો.