મહાપાલિકાની સાંજે મળનારી સાધારણ સભામાં જુદા જુદા ૭ ઠરાવોને બહાલી અપાઈ, ૧ ઠરાવ પરત

25

લગત જમીનની ફાળવણીનો ઠરાવ પરત કરાયો
ભાવનગર મહાપાલિકાની આજે સાધારણ સભા મેયર કિર્તીબેન દાણીધારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં સાધારણ સભામાં ૮ ઠરાવો હતા જેમાંથી ૭ ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા જ્યારે ૧ ઠરાવ પરત કરવામાં આવ્યો હતો, આ સભામાં ૧૧ જેટલી સરકારી શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સંભાળવા માટે નિર્ણય કર્યો હતો, ઉપરાંત શહેરના રૂવાપરી રોડ વિસ્તારમાં આવેલ લગત જમીનની ફાળવણી મુદ્દે સભામાં કોઈ પણ ચર્ચા વગર પરત કરવામાં આવ્યો હતો જ્યારે વિરોધપક્ષના નેતાએ જણાવ્યું હતું કે આટલી કિંમત આપે એ પણ બોવ સારું કહેવાય, લીઝપટ્ટા રીન્યુ સહિતના ૭ જેટલા ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત સભાના પ્રારંભે પ્રશ્નોતરી કાળ દરમિયાન વિપક્ષ અને સત્તાધારી પક્ષના સદસ્યોએ પુછેલા પ્રશ્નો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી, ઉપરાંત નઝમાબેન અ. કરીમભાઈ શેખ તથા અન્યોને રૂવાપરી રોડ પર આવેલ તેઓની મુળ મિલ્કત વોર્ડ નં. ૫ની સી.સ.નં. ૨૩૧૧ની બાજુમાં આવેલ વોર્ડ નં. ૫ સી.સી.નં. ૨૩૦૦ પૈકીની ૨૭૪.૬૪ ચો.મી. જમીન લગત જમીન તરીકે રૂ.૨૦,૧૦૦ પ્રતિ ચો.મી. દરથી પ્રતિ કુલ બજાર કિંમત કરતા નીચો હોવાથી સભામાં પરત કરવામાં આવ્યો છે.
ભાવનગર મનપા વિસ્તારમાં પ્રથમ તબક્કામાં કુલ-૭ સ્થળે સ્ટ્રીટ વેન્ડર્સ ઝોન બનાવવા મંજુરી આપવામાં આવેલ છે, ધી સ્ટ્રીટ વેન્ડર્સ બોયલોઝ-૨૦૨૧ની મંજુરી આપવામાં આવી હતી,