વીર સાવરકર પ્રા. શા. નં.૮માં ફીટ ઈન્ડિયા અંતર્ગત બાળકો માટે રમતોત્સવ યોજાયો

36

શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ માં ફીટ ઈન્ડિયા અંતર્ગત બાળકો માટે ધોરણ પ્રમાણે બાળ રમતોત્સવ યોજાયો.શિયાળામા બાળકો રમતો રમી શારિરીક ફીટ રહે તે માટે અલગ-અલગ દેશી રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું.જેમા ધોરણ ૧ અને ૨ માટે ૨૫ મીટર દોડ,સંગીત ખુરશી,કોણ ઉડે ? જેવી રમતો રમાડવામાં આવી.ધોરણ ૩ થી ૫ માટે ૫૦ મી.દોડ,સિક્કા શોધ,સંગીત ખુરશી,દોરડા કુદ,લીંબુ ચમચી,સ્ટેન્ડિંગ જમ્પ જેવી રમતો રમાડવામાં આવી.ધોરણ ૬ થી ૮ માટે ત્રિપગી દોડ,૧૦૦ મી.દોડ,સ્લો સાયકલિંગ,ફુગ્ગા ફોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી,લોટફુક,દોરડા કુદ જેવી રમતો રમાડવામાં આવી. દરેક ધોરણના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને રમતો રમવાનો ભરપૂર આનંદ માણ્યો હતો.આ રમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ ઈનામો શાળાના શિક્ષક ગૌતમભાઈ પરમારે પોતાના જન્મદિવસ નિમિત્તે આપી સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે શાળા પરિવારે આ રમતોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.