સોશિયલ મિડિયાથી થતી વાસ્તવિક જીવનમાં સારી નરસી અસરો… પાર્ટ-૩

36

વેબસિરિઝ.
સોશિયલ મિડિયામાં બતાવવામાં આવતા ફેક વિડીયોથી સાવધાન…
કૂકીગ અને હેન્ડિક્રાફ્ટ એક્ટિવિટીના અમૂક એડિટિંગ કરીને મુકવામાં આવે છે.જેથી મગજ ગોટાળે ચડી જાય છે,તમે રૂબરૂ શિક્ષણ મેળવો અને ઓનલાઈન શિક્ષણ મેળવો એમાં ઘણો ફેર હોય છે, ક્લાસરૂમમાં તમે ધ્યાન આપી ભણી શકો છો,શિક્ષક અને પ્રોફેસરની નજર તમારા ઉપર સતત રહે છે,અને રહેવી પણ જોઈએ.પણ ઓનલાઈન શિક્ષણને એટલું ગંભીરતાથી નથી લેવામા આવતું.અમૂક સારા વિડીયો પર પણ રૂચી નથી રહેતી આવા બનાવટી વિડિયોથી.
સોશિયલ મિડિયાનો સદુપયોગ જ્ઞાનનો સ્ત્રોત બની રહે છે,પણ દુર ઉપયોગ માનસિક બિમારીની ભેટ પણ આપે છે.
લોકોને પબ્લિસિટી મેળવવા માટે કંઈ જ ન મળતા ધર્મ અને તેને લગતી ગંભીર બાબતોને હથિયાર બનાવી છે,
ઉદાહરણ તરીકે અશ્વધામા જીવીત છે, અને નજરે જોઈ શકાય તેવી અફવા
કલિયુગના અંતની ફેક ભવિષ્યવાણી…કલ્કી જી આવી ગયા છે,ક્યાં આવ્યા ભાઈ અમે સૌ જોવા માટે તત્પર છીએ.આવા અધૂરપથી છલકાતા જીવોને મારી નમ્ર વિનંતી કે ભવિષ્યપુરાણને કલ્કિપુરાણ,શ્રીમદ્દ ભગવતગીતાનું વાંચન કરી પછી વિડિયો અપલોડ કરે.
ખોટા ખોટા લોકોને શું ગેરમાર્ગે દોરો છો.
ભગવાનને માતાજીની સવારી આવવાની ટ્રીપ ભગવાન સાથે સંપર્ક સાધવાના રસ્તાઓ… આવા માણસો પર સહાનુભૂતિ થઈ જાય કે પ્રસિદ્ધિ મેળવવા લોકો આટલી હદે નીચે ઉતરી શકે??આ તો કલ્પના બહારની વાત છે.
આપણો દેશ પ્રગતિ તો કરી રહ્યો છે,અંધશ્રદ્ધા અને ધર્મના નામે પોતાની દુકાન ચલાવતા લોકોને કેમ નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે, આ વાત સમજશક્તિની બહાર છે.જેવા વિડિયો બનાવી પોતાની ચેનલને વ્યુ ફોલોઅર્સથી તરબોળ કરનાર અજ્ઞાની જીવો થોડી શરમ કરો,પબ્લિસિટી મેળવવા આટલું નીચે ઉતરવું એ ક્યાંની રીત છે તમારી,તમે તો લોકોની આસ્થા અને ધાર્મિક તથ્યો ને પોતાના આવકનો ઈજારો બનાવો છો આ કેટલું યોગ્ય છે!!!
સમાચારપત્રમાં આવેલા ન્યૂઝે હચમચાવી દીધી,એક ૨૩ વર્ષના યૂવાને કૃષ્ણપ્રેમમા બધી જ પ્રોપર્ટી ફના કરી.આવી નાદાન પ્રેરણા ક્યાંથી મળે છે?અંધશ્રદ્ધારૂપી ગોબર પિરસતી ધાર્મિક ચેનલોમાંથી અથવા અધૂરપ જેના રગ રગમા વાસ કરી રહી છે,એવા અજ્ઞાની લોકો જે પોતે જ્ઞાનથી તરબોળ હોવાનો દાવો કરતા લોકો પાસેથી.
“હિન્દુઓ ઓમ નમઃ શિવાય અથવા જય માતાજી લખો,મુસ્લિમો અલ્લાહ હું અકબર લખો.
આ મેસેજ શેર કરો સારા સમાચાર આવશે
“આવા ધાર્મિકતાની હાસી ઉડાડતા મેસેજ ભડકાઉ વિડિયો,યૂવાપેઢી અને બાળમાનસ પર હાવી થતા ગંદા કચરા જેવા વિડીયો પર બેન કેમ ન લાગી શકે !!
આવા વાહિયાત વિડિયો માણસો કાતો અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે,માણસને ઈશ્વરત્વ પરથી માણસોનો વિશ્વાસ ઉઠી જાય છે.માનવસમાજ બે વર્ગમાં વિભાજીત થાય છે,નાસ્તિક વર્ગ અને આસ્તિક વર્ગ.જેમાં સતત મતભેદો રહ્યા છે,પણ મતભેદો હવે મનભેદોનુ સ્વરૂપમા ફેરવાઈ રહ્યા છે.
“પાણીને વાણીનો ઉપયોગ સંયમથી કરો”એની જગ્યાએ “સોશિયલ મિડિયા અનેએપ્લિકેશનનો ઉપયોગ સંયમથી કરો.”હજી સમય છે,નહીં તો દરેક ઘરમાં એક સાઈકોલોજીકલ બિમારીથી સપડાઈ રહેલા અથવા તો ચિંતાના વાદળોથી ઘેરાયેલો માનવવર્ગ પેદા થશે.
“હે માનવ તુ માનવ થા તો સારુ,મશીનોની છોડ મોહમાયા,દુઃખથી સપડાઈ ગયેલા જીવનો સહારો બન,ક્યાં સુધી પળોજણમા સપડાતો રહીશ,
કોઈવાર પ્રકૃતિની ગોદમાં બેસી તો જુઓ,ઈશ્વર,અલ્લાહને
શોધવા મંદિર,મસ્જિદ,જાવું નહીં પડે,તારી ભિતરે છુપાયેલી
સંવેદનાને ઢંઢોળી લે જરા,
દુનિયાની દરેક વ્યક્તિ પોતાની લાગશે,
હૈ માનવ તું માનવ થા તો સારું……
શૈમી ઓઝા “લફ્ઝ”