ધર્મ એ વ્યવસ્થા અને અધ્યાત્મ એ અવસ્થા છે – નિરંજનભાઈ રાજ્યગુરુ

31

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં સંતવાણી મર્મજ્ઞ નિરંજનભાઈ રાજ્યગુરુએ કહ્યું કે, ધર્મ એ વ્યવસ્થા અને અધ્યાત્મ એ અવસ્થા છે. લોકભારતી જેવી સંસ્થા જીવનના મૂલ્યોની પરંપરા જાળવી રહેલ છે. જાણિતા વક્તા સંતવાણીના આરાધક મર્મજ્ઞ નિરંજનભાઈ રાજ્યગુરુએ ‘સંતવાણી અને જીવનમૂલ્યો’ વિષય પર વ્યાખ્યાન આપતા સંત ભક્ત પરંપરા સાથે અધ્યાત્મક્ષેત્રની બાબતો રજૂ કરી જણાવ્યું કે, ધર્મ એ વ્યવસ્થા અને અધ્યાત્મ એ અવસ્થા છે. સંતોનું જીવન એક લોકશાળા જ હતી. લોકભારતી જેવી સંસ્થા જીવનના મૂલ્યોની પરંપરા જાળવી રહેલ છે, જે માટે સૌને વધુ પૂરક બનવુ જરૂરી હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી. આ વ્યાખ્યાનના સવારના સત્રમાં નિરંજનભાઈ રાજ્યગુરુએ ભક્ત એટલ…