ભાવનગરની એમ.એમ. વિદ્યાલય અને માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલની NCC કેડેટ્સે રસીનો પ્રથમ ડોઝ લીધો

118

ભાવનગરમાં 15 થી 18 વર્ષની વયનાં વિદ્યાર્થીઓ ને વેક્સિનેશનનો બીજા દિવસે અભિયાન પૂરજોશ
સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેરમાં પણ 15 થી 18 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ ને વેક્સિન આપવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજરોજ 3 ગુજરાત ગર્લ્સ બટાલિયન કેડેટ્સને ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 5 દિવસમાં 39 હજાર વિદ્યાર્થીઓને વેક્સિનેશનથી રક્ષિત કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેને લઈ તમામ શાળાઓ, કોલેજ, આઈટીઆઈ, ઝૂંપડપટ્ટીઓ સહિત ઠેરઠેર વેક્સિનેશન પુરજોશમાં ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આજે એમ.એમ.વિદ્યાલય અને માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલની એનસીસી કેડેટ્સ એ રસીનો પહેલો ડોઝ લીધો હતો. સમગ્ર દેશની કોરોનાની બીજી લહેરે ત્યારે હાહાકાર મચાવ્યો હતો અને એક તરફ ત્રીજી લહેર શરૂ થાય તેવી સંભાવના છે અને દેશ દુનિયામાં કોરોના ના કેસ ઝડપથી વધી રહ્યા છે તેવા સમયે કિશોરો માટે આ રસીકરણ જરૂરી બન્યું છે. ભાવનગરમા આરોગ્ય તંત્ર સંપૂર્ણ પણે સજ્જ થઈને આ રસીકરણના કામમાં જોડાયું છે ત્યારે બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા 15 થી 18 વર્ષની વય જૂથનાં કિશોર-કિશોરીઓને વેક્સિનેશન કરી તેઓને કોરોનાથી બચાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 3 ગુજરાત ગર્લ્સ બટાલિયન ના સીઓ જે.એસ.રાઠોડએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે 3 ગુજરાત ગર્લ્સ બટાલિયન કેડેટ્સને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું, આજે બે શાળાની વિદ્યાર્થીનીઓ એ વેક્સિનેશન કરી બીજા બાળકો ને પ્રોત્સાહિત કરશે.

Previous articleસિહોરના હ્રદયરોગની જન્મજાત તકલીફ ધરાવતા દોઢ વર્ષના બાળકનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન કરાયું
Next articleભાવનગરના નારી ગામ પાસે રસ્તા પર ઝરખનું ઝુંડ આવી ચડતા વાહનચાલકો આશ્ચર્યમાં મૂકાયા