સની લિયોની પૈસા માટે સવારે પેપર વેચવા જતી

9

મુંબઈ,તા.૪
બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી અને ડાન્સર સની લિયોન ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી ફિલ્મોમાં આઈટમ સોંગ્સમાં જોવા મળી છે. સની લિયોને ખૂબ જ ઓછા સમયમાં પોતાના જોરદાર સ્ટાઈલ અને જબરદસ્ત ડાન્સથી ચાહકોમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આ સિવાય સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તો આપણે જોઈએ કે બોલિવુડમાં સની સિયોનની એન્ટ્રી પહેલા તેનું જીવન કેવું હતું. બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન આજે બોલિવૂડની જાણીતી સ્ટાર છે. પણ તેનાં જુના કરિઅરની વાત હમેશાં થતી રહે છે. સનીએ તેનાં કરિઅરની શરૂઆત પોર્ન ઇન્ડસ્ટ્રીથી કરી હતી. પણ આ લાઇનમાં જતા પહેલાં તેણે ઓછો સંઘર્ષ નહોતો કર્યો. સનીની બાયોપિક વેબ સીરીઝ કરનજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં જોવા મળી હતી. તે એક સમયે તે પૈસા માટે વહેલી સવારે પેપર વેંચવા પણ જતી હતી. આ વેબસીરિઝ દ્વારા તેની તે શરતનો પણ ખુલાસો થયો જેમાં સનીએ એક સાથે ૬ પોર્ન ફિલ્મો સાઇન કરી હતી. સનીની શરત તે હતી કે તે ફક્ત તેનાં બોયફ્રેન્ડ મેટ એરિક્સન સાથે પોર્ન સીન શૂટ કરશે. સનીએ આ કોન્ટ્રાક્ટ વર્ષ ૨૦૦૭માં સાઇન કર્યો હતો. જે બાદ જ્યાં સુધી બંને સાથે હતાં સનીએ તેની સાથે જ પોર્ન સીન કરી. જણાવી દઇએ કે, ૧૯ વર્ષની ઉંમરમાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યાં. શરૂઆતમાં તે ફક્ત યુવતીઓ સાથે જ કામ કરતી હતી. સનીએ શરૂઆત એ વાતથી કરી હતી કે તે ફક્ત સમલૈંગિક સંબંધોવાળી ફિલ્મોમાં જ કામ કરશે. જોકે આગળ જઇને તેને તેનાં બોયફ્રેન્ડ એરિક્સન સાથે કામ કર્યું. વર્ષ ૨૦૦૮માં જ્યારે સની અને મેટનાં સંબંધ તુટી ગયા આતે બાદ સનીએ મેટ સાથે પોર્ન ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. મેટ બાદ સનીનાં જીવનમાં કેનેડાનાં પ્રખ્યાત કોમેડિયન રસેલ પીટર્સની એન્ટ્રી થઇ. પણ આ સંબંધ લાંબો ન ટક્યો. રસેલ બાદ સની ડેનિયલને મળી. ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ ૨૦૧૧માં સની અને ડેનિયલે લગ્ન કરી લીધા. આ વર્ષે સની ઇન્ડિયન ટીવી શો બિગ બોસમાં આવી અને પછી ભારતમાં જ વસી ગઇ. સની લિયોનનું સાચુ નામ કરનજીત કૌર વહોરા છે. ફિલ્મોમાં આવતા પહેલાં સનીએ નર્સિંગનું ભણવાનું કર્યુ હતું. પોતાનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી મોસ્ટલી સનીમાં સનીએ જણાવ્યું કે, તે નાનપણમાં પરિવારની સાથે ગુરુદ્વારા જતી હતી. સની હારમોનિયમ ખુબ સારુ વગાડતી હતી અને તેનો ભાઇ તબલા વગાડતો હતો. બાળપણમાં સનીને બોલિવૂડ ફિલ્મોનો ખુબજ શોખ હતો. પણ ૧૯ વર્ષની ઉંમરમાં તે એડલ્ટ ઇન્ડસ્ટ્રીનો ભાગ બની ગઇ.