છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૭૩૭૯ નવા કેસ નોંધાયા

6

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪ લોકોના મોત નીપજ્યા : અત્યાર સુધીમાં ૩૪૩૦૬૪૧૪ લોકોએ કોરોનાને મ્હાત આપી, ત્યારે કુલ ૪૮૨૦૧૭ લોકોના મોત નીપજ્યા છે
નવી દિલ્હી,તા.૪
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૭,૩૭૯ નવા કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે ૧૧,૦૦૭ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો ૧૨૪ લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા. દેશમાં અત્યારે કોરોનાના કુલ કેસ ૩,૪૯,૬૦,૨૬૧ છે, જ્યારે ૧,૭૧,૮૩૦ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં ૩,૪૩,૦૬,૪૧૪ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તો અત્યાર સુધીમાં કુલ ૪,૮૨,૦૧૭ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧,૪૬,૭૦,૧૮,૪૬૪ લોકોનું રસીકરણ કરાયું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૨૫૯ કેસ નોંધાયા છે. બીજી તરફ ૧૫૧ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૯, ૦૪૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૦૯ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે ૩ મોત થયા છે. આજે ૭,૪૬,૪૮૫ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં ૬૩૧ , સુરત કોર્પોરેશનમાં ૨૧૩, વડોદરા કોર્પોરેશનમાં ૬૮ , રાજકોટ કોર્પોરેશનમાં વલસાડ ૪૦, રાજકોટ કોર્પોરેશનમાં ૩૭, આણંદ ૨૯, ખેડા ૨૪, રાજકોટ ૨૪, ગાંધીનગર કોર્પોરેશનમાં ૧૮, ભાવનગર કોર્પોરેશનમાં ૧૭, ભરુચ ૧૬, નવસારી ૧૬, અમદાવાદ ૧૩, મહેસાણા ૧૨, મોરબી ૧૨, સુરત ૧૨, કચ્છ ૧૧, ગાંધીનગર ૧૦, જામનગર ૯, જામનગર કોર્પોરેશન ૮, વડોદરા ૭, મહીસાગર ૬, ગીર સોમનાથ ૫, સાબરકાંઠા ૪, અમરેલી ૩, સુરેન્દ્રનગર ૩, તાપી ૩, દેવભૂમિ દ્વારકા ૨, અરવલ્લી ૧, બનાસકાંઠા ૧, ભાવનગર ૧, દાહોદ ૧, જૂનાગઢ ૧ અને પોરબંદરમાં ૧ નવો કેસ નોંધાયો છે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ ૫૮૫૮ કેસ છે. જે પૈકી ૧૬ વેન્ટીલેટર પર છે, જ્યારે ૫૮૪૨ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૯,૦૪૭ નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૧૦૧૨૩ નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારી ૧ અને જામનગર કોર્પોરેશનમાં ૨ મોત થયા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૮ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૩૩૪ લોકોને બીજો ડોઝ અપાયો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૬૪૧ લોકોને પ્રથમ અને ૨૮૭૧૯ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.