લાજપત રાય માર્કેટમાં આગથી ૫૮ દુકાનો ખાક

12

નવી દિલ્હી,તા.૬
દિલ્હીમાં ગુરૂવારે વહેલી સવારે ચાંદની ચોકના લાજપત રાય માર્કેટમાં આગ લાગી હતી. આગ હોનારત અંગેની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ૧૩ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આશરે ૩ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. લાજપત રાય માર્કેટમાં આગ લાગવાના કારણે ૫૮ દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ આ હોનારતમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું. દિલ્હી ફાયર સર્વિસના કહેવા પ્રમાણે લાજપત રાય માર્કેટમાં આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સામે નથી આવી અને આગ બુઝાવવા માટે ૧૩ ગાડીઓ મોકલવામાં આવી હતી.