ભાજપાના સાંસદ વરૂણ ગાંધી કોરોનાથી સંક્રમિત

4

વરૂણ ગાંધીએ જણાવ્યું કે તેઓ ત્રણ દિવસ પીલીભીત પ્રવાસે હતા, જ્યાં કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે
(સં. સ. સે.)નવી દિલ્હી, તા.૯
ભાજપાના સાંસદ વરૂણ ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમણે આ જાણકારી ટ્‌વીટ કરીને આપી છે. તેમણે જણાવ્યું છે કે મારામાં ઘણા ગંભીર લક્ષણ દેખાયા છે. વરૂણ ગાંધીએ જણાવ્યું કે તેઓ ત્રણ દિવસ પીલીભીત પ્રવાસે હતા, જ્યાં કોરોનાના ઝપેટમાં આવ્યા છે. આ સાથે તેમણે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે ઉમેદવારો અને પાર્ટીના કાર્યકરોને પણ કોરોના રસીના બૂસ્ટર ડોઝ લગાવવામાં આવે. તમને જણાવી દઈએ કે, પીલીભીત વરુણ ગાંધીનો સંસદીય ક્ષેત્ર છે.તેમણે ટ્‌વીટ કરીને લખ્યું, ત્રણ દિવસ પીલીભીતમાં રહ્યા બાદ આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તદ્દન ગંભીર લક્ષણો દેખાયા છે. હવે આપણે એક ત્રીજી લહેરની વચ્ચે છીએ અને ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણી પંચે ઉમેદવારો અને પક્ષના કાર્યકરો માટે સુરક્ષાના ભાગરૂપે પણ વ્યવસ્થા કરવી જોઈએ.છેલ્લા ૨૪ કલાકમાં, કોરોના વાયરસના ચેપના ૧,૫૯,૬૩૨ નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા ૨૨૪ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ દૈનિક કેસ છે. સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૫,૯૦,૬૧૧ થઈ ગઈ છે, જે લગભગ ૧૯૭ દિવસમાં સૌથી વધુ છે. જ્યારે, છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૭ લોકોના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને ૪,૮૩,૭૯૦ થયો છે.તેના સિવાય કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનાર ૫૫૨ નવા કેસ સામે આવ્યા બાદ રવિવારે તેનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૩,૬૨૩ થઈ ચૂકી છે. ઓમિક્રોનના ૩,૬૨૩ કેસમાંથી ૧,૪૦૯ લોકો દેશમાંથી બહાર ચાલ્યા ગયા છે અથવા તો સ્વસ્થ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૧,૦૦૯ કેસ સામે આવ્યા છે, ત્યારબાદ દિલ્હીમાં ૫૧૩, કર્ણાટકમાં ૪૪૧, રાજસ્થાનમાં ૩૭૩, કેરળમાં ૩૩૩ અને ગુજરાતમાં ૨૦૪ કેસ સામે આવ્યા છે.