ગુમ થયેલ કિશોરને ગણતરીની કલાકોમાં શોધી માતા-પિતાને સોંપી આપતી વલ્લભીપુર પોલીસ

5

વલ્લભીપુરના તોતણીયાળા ગામે ગઇ તા.૭ના સાંજના છ વાગ્યે રોહનભાઇ શામજીભાઇ ભોજને તેમના પિતા શામજીભાઇએ અભ્યાસ બાબતે ઠપકો આપતા રોહન ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહેલ હોય જે બાબતે તેમના પિતાએ વલ્લભીપુર પો.સ્ટે. જાણ કરતા ગુમથનાર કિશોર રોહન (ઉ.વ.૧૬)ની હોય જેથી વલ્લભીપુર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એચ.સી. ચુડાસમાએ પરીસ્થીતીની ગંભીરતાને ધ્યાનમાં લઇ બાળકની શોધખોળ કરવા પો.સ્ટે.ના હેડ કોન્સ. સી.બી. પરમાર, જગદીશભાઇ સાંગા, રણજીતભાઇ ચૈાહાણ, કલ્પેશભાઇ સેલાણા, જગદીશસીંહ ગોહીલને ગુમ થયેલ કિશોરની શોધખોળ કરવા સુચના કરતા પોલીસ સ્ટાફ દ્રારા તાત્કાલીક વલ્લભીપુર ટાઉનના તથા હાઇવે રોડ ઉપરના સીસીટીવી કેમેરાની મદદ લઇ અલગ-અલગ જાહેર સ્થળો તથા ધાર્મીક સ્થળોએ તપાસ કરી બાળકના મોબાઇલ નંબરના લોકેશન ટ્રેસ કરાવી તથા મહતમ ટેકનીકલ સ્ત્રોતનો ઉપયોગ કરી બાળ કિશોરની શોધ કરી કિશોરને પો.સ્ટે. લાવી તેમના માતા-પિતાને પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવી પરીવાર સાથે સુખદ મિલન કરાવી સરાહનીય કામગીરી કરી હતી.