૨૪ કલાકમાં કોરોનાના ૬૦૯૭ કેસ સામે આવ્યા

6

સાજા થવાનો દર પણ ઘટીને ૯૫.૦૯ ટકાએ પહોંચ્યો : અત્યાર સુધીમાં કુલ ૮,૨૫,૭૦૨ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે : ૩૨૪૪૦ નાગરિકો સ્ટેબલ છે
ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ૬૦૯૭ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૩૯ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૮,૨૫,૭૦૨ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે સાજા થવાનો દર પણ ઘટીને ૯૫.૦૯ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ ૩,૮૨,૭૭૭વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૨૪૬૯ નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૯ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૩૨૪૪૦ નાગરિકો સ્ટેબલ છે. ૮૨૫૭૦૨ નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. ૧૦૧૩૦ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજના દિવસમાં બે નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૪૬ને પ્રથમ ૪૬૪ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૨૪૮૭ ને પ્રથમ અને ૨૬૪૬૯ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૬૮૦૪૭ને રસીનો પ્રથમ અને ૭૨૦૧૫ ને રસીનો બીજો ડોઝ અપાયો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૫૨૨૫૬ તરૂણોને પ્રથમ ડોઝ અપાયો હતો. જ્યારે ૧૫૦૯૯૩ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આજના દિવસમાં કુલ ૩,૮૨,૭૭૭ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૯,૩૫,૦૧,૫૯૪ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.