રોસ ટેલર પોતાની અંતિમ મેચમાં જીત મેળવ્યા બાદ ભાવુક થયો

87

ઢાકા,તા.૧૨
ન્યૂઝીલેન્ડનાં સ્ટાર બેટ્‌સમેન રોસ ટેલરે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. અનુભવી બેટ્‌સમેન રોસ ટેલરે તેની ૧૫ વર્ષની ટેસ્ટ કારકિર્દીનાં છેલ્લા બોલે વિકેટ અને બાંગ્લાદેશ સામેની સીરીઝ બરાબર કરનાર જીતથી વધુ સારી વિદાઇની અપેક્ષા રાખી શકતા ન હોતા અને આ સ્ટાર બેટ્‌સમેન સહમત છે કે તે અદભૂત રહ્યુ. ટેલરે ઇબાદત હુસૈનને આઉટ કરીને તેની ટેસ્ટ કારકિર્દીનો અંત કર્યો જેનાથી ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને ૧૧૭ રનથી હરાવીને બે મેચની સીરીઝ ૧-૧થી બરાબર કરી હતી. ભાવનાત્મક ટેલરે મેચ બાદ કહ્યું, “જીત અને વિકેટ સાથે મારી કારકિર્દીનો અંત લાવવો એ શાનદાર રહ્યુ, હું મારી કારકિર્દીનો અંત જીત સાથે કરવા માંગતો હતો અને ખેલાડીઓએ તે કર્યું. બાંગ્લાદેશે ઘણી વખત અમારા પર દબાણ નાખઅયો છે, તે યોગ્ય છે કે અમે આ સીરીઝ શેર કરીશું. બાંગ્લાદેશની નવમી વિકેટ પડતા જ હેગલે ઓવલમાં હાજર દર્શકોએ ટેલરનું નામ લેવાનું શરૂ કરી દીધુ અને દર્શકોની વાતને માનીને કેપ્ટન ટોમ લેથમે તેને બોલિંગ કરવાની તક આપી. સાડત્રીસ વર્ષનાં ટેલરનાં ત્રીજા બોલ પર, ઇબાદતે ન્યૂઝીલેન્ડનાં સુકાનીને કેચ આપી દીધો, આ અનુભવી ખેલાડીએ ૧૧૨ ટેસ્ટમાં તેની માત્ર ત્રીજી ટેસ્ટ વિકેટ લીધી.
ટેલરે અગાઉ ૨૦૧૦માં ન્યૂઝીલેન્ડનાં ભારત પ્રવાસ દરમિયાન હરભજન સિંહ અને એસ શ્રીસંતનાં રૂપમાં બે વિકેટ ઝડપી હતી. ટેલરે પોતાની આખી ટેસ્ટ કારકિર્દીમાં માત્ર ૧૬ ઓવર ફેંકી હતી. છેલ્લી વખત તેણે આઠ વર્ષ પહેલા બોલ પકડ્યો હતો. ટેલરે કહ્યું, “સીરીઝ શાનદાર હતી – હું વિચારી રહ્યો હતો કે શું આપણે આવતીકાલે મેદાન પર પાછા ફરવાની જરૂર છે પરંતુ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અંતે તે થોડું રસપ્રદ બન્યું, મને વિકેટ મળી અને ટોમે કહ્યું કે આખી મેચમાં મારા માટે તે સૌથી કિંમતી ક્ષણ હતો. મેં ઘણું રમ્યું, ઘણો સમય વિતાવ્યો અને તે સમાપ્ત કરવાની એક સરસ રીત છે.”ભૂતપૂર્વ ન્યૂઝીલેન્ડ કેપ્ટન ટેલરને દર્શકોએ ઉભા રહીને આવકાર આપ્યો. તેને મેચનો બોલ આપવામાં આવ્યો અને બાંગ્લાદેશનાં ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું.