ધ્યાન રાખો કિડની અને (કીડસ)ની

81

સુરતનો એક કરૂણ બનાવ જેમાં એક શિક્ષકનો એક નો એક બાળ અગાસી પરથી પટકાયો અને ત્યાં ને ત્યાં તેના રામ રમી ગયા. છેલ્લે ૪-૫ મહિનામાં રાજ્યમાં વાલીઓની બેદરકારી અથવા તો બેધ્યાન પણાના હિસાબે બાળકોનું અકાળે મૃત્યુ થયું. બીજા એક કિસ્સામાં નાના બાળકના હાથમાં ચપ્પુ હતું અને રમતમાં અને રમતમાં તને પેટમાં વાગતા તેનું મૃત્યુ થયું હતું. ઠેર ઠેર અનેક બાળકોના અકાળે અવસાનના સમાચાર સાંભળવા મળે છે જેનું મુખ્ય કારણ તેમની આસપાસ તેમનું રક્ષા કવચ સમાન વડીલોની ગેરહાજરી હતી. આજકાલના બાળકોમાં છોટા પેકેટ બડા ધમકાના લક્ષણ તમને જોવા મળે છે તે અત્યંત દેશની પ્રગતિમાં વરદાનરૂપ સાબિત થાય છે અને સામે છેડે ઘણી વાર આ એક અભિશાપ સમું નીવડે છે. સુરતની એક ઘટના કે જેમાં સંતાનને પબ્જી રમવાનો એવો ગાંડો શોખ હતો કે માતાએ ના પાડતા તે ચાદરમાં લપેટાઈને ગેમ રમતો હતો, અત્યંત જંક ફૂડની આદતના કારણે રોજ તે જમ્યા પછી કોઈ પણ હલન ચલન ના કરતા શરીર ધીમે ધીમે મેદસ્વી બનતું ગયું. મારી જેમ તે ટેન્યાને ચીઝ નો ભારે શોખ, ચીઝની મઝા જ કંઇક છે, હજી હમણાંનીજ વાત કહું અમે મિત્રમંડળી સેવ ઉસળ ખાવા ગયા, અન્નપૂર્ણા વાળા રાકેશભાઈ એક મસ્ત મજાની ડીશ લીધી, ૧ ચમચી તીખી ચટણી, મગ અને વટાણાની જોડી માથે તીખો તીખો રસો જાણે કોઈ અભિષેક કરતા હોય એમ ગરમ ગરમ વરાળ નીકળતી હતી પછી મેં ધીમા સ્વરે કીધું ભાઈ ચીઝ અને પછી ધીમે ધીમે ખમણીને ચીઝ નો વરસાદ કરતા જેમ વરસાદમાં દેડકો નાચે એમ મારી જીભડી કોલાવેરી ડાન્સ અને પેટ જાણે ઍરોબિક્સ રમતું હતું, પછી લીધું હાથમાં પોન્ડસ ક્રીમ જેવું મુલાયમ બ્રેડ અને પધરવ્યું મારા પેટમાં સરોવરમાં અને જે મજા આવી બાકી ટેસડો પડી જાય. સોરી સોરી, મોઢામાં પાણી લાવી દીધું, હા, હા હા…હા તો વાત હતી તે લાલાની ચીઝ ખાઈને તે ભાઈ તો ગેમ રમવામાં મશુલ અને મેદસ્વિતાને લીધે ભાઈને થયો ઊંધો ગેસ, ઊંધા ગેસના લીધે એને આવ્યો એટેક અને ત્યાં જ રામ બોલો ભાઈ રામ આ માધ્યમથી એક જ સંદેશો આપવા માંગુ છું કે કોઈ બીમારી હોય અને બાળકનું મૃત્યુ પામે તો અલગ વાત છે પણ આ તો સાવ બેદરકારી છે. હવે થોડું ફાસ્ટ ફોરવર્ડ, આજના આ લેખમાં મેં બન્ને કિડની વાત કરી છે. એક કીડ એટલે કે સંતાન અને બીજી કિડની વિશે તો ખબર જ છે તમને શરીરનું અમૂલ્ય અંગ, જેનો કટાક્ષ કરતા બેફામ મળી રહ્યા ડ્રગ્સ અને અફીણ ગાંજો. લોકોના રવાડે ચઢી આજની યુવા પેઢી જે રીતે આની લત પાછળ ઘાંઘી બની છે ત્યારે આવનારા સમયમાં લોકો બહારથી ફેશન વળે ભલે સુંદર હશે પરંતુ શરીની જે પથારી ફેરવી નાખી હશે ત્યારે આની સુરક્ષા આપવા કોઈ માઈ નો લાલ નહિ આવે. નવા વર્ષનો આજે ફરી એક હેલ્થી મંત્ર – ભારત દેશમાં અંગ દાન માટે સુરતનો ૧ રેન્ક આવે છે તો આપણે પણ આસપાસમાં કોઈ સ્વજનનું અકાળ મૃત્યુ થાય અને જો તેના અંગ દાન માટે પ્રેરણા આપીશું ને તો કદાચ ગંગામાં સ્નાન કરીને કમાયેલા પુણ્ય કરતા વધારે દુવા મેળવીશું, છેલ્લે આજનું એક નવું સંશોધન આવનારા દિવસોમાં એક નવું મશીન આવી રહ્યું છે કે જે માણસના મગજને વાંચી બતાવશે એટલે કે તમે કોઈની સામે ખરાબ નજર પણ કરી હશેને તો મશીન બીપ બીપ સાયરન વગાડશે.
ભાવિક બી. જાટકિયા
સુરત-૮૪૬૦૮૮૫૯૫૪