મહેનત આપણો એકમાત્ર પથ છે અને વિજય એકમાત્ર વિકલ્પ છે : મોદી

88

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓની સાથે બેઠક યોજી, આપણે ૧૩૦ કરોડ ભારતીય પોતાના પ્રયાસોથી કોરોનાથી જીતી જરૂર બહાર નિકળશે : વડાપ્રધાન
નવીદિલ્હી,તા.૧૩
કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાની રણનીતિ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી હતી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતાં. આ ઉપરાંત લગભગ તમામ રાજયોના મુખ્યમંત્રી હાજર રહ્યાં હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વડાપ્રધાને રાજયોમાં આરોગ્ય માળખા અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી તેમાં અનેક અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. એ યાદ રહે કે ગત રવિવારે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાને જીલ્લા સ્તર પર યોગ્ય સુવિધાઓ એકત્રિત કરવા અને કિશોરોના રસીકરણમાં તેજી લાવવાનું આહ્‌વાન કર્યું હતું.આ બેઠક દરમિયાન રાજયોમાં વધતા કોરોનાના મામલા,રસીકરણ અને બુનિયાદી આરોગ્ય સુવિધા પર ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંક કોરોનાના વધતા કેસો પર અંકુશ લગાવવા માટે પ્રતિબંધોને વધારવા પર પણ ચર્ચા થઇ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૧૦૦ વર્ષની સૌથી મોટી મહામારીથી ભારતની લડાઇ હવે ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચુકી છે.મહેનત આપણો એકમાત્ર પથ છે અને વિજય એકમાત્ર વિકલ્પ છે.આપણે ૧૩૦ કરોડ ભારતીય પોતાના પ્રયાસોથી કોરોનાથી જીતી જરૂર બહાર નિકળશે
આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગત વેરિએટની સરખામણીમાં ઓમીક્રોન તેજીથી ફેલાઇ રહ્યો છે આ મોટા ભાગે ટ્રાંસમિસિબલ છે આપણા આરોગ્ય નિષ્ણાંતો સ્થિતિઓનું આંકલન કરી રહ્યાં છે.સ્પષ્ટ છે કે આપણે સતર્ક રહેવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજ રાજયોની પાસે યોગ્ય માત્રામાં વેકસીન છે.ફ્રંટલાઇન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને પ્રીકાશન ડોજ જેટલા જલ્દી લાગે તેટલું જ જલ્દી આપણા હેલ્થ કેયર સિસ્ટમનું સામર્થ્ય વધાશે ૧૦૦ ટકા રસીકરણ માટે દરેક ધરે દસ્તક અભિયાનને આપણે વધુ તેજ કરવાનું છે. વડાપ્રધાને કહ્યું કે આજે ભારત લગભગ ૯૦ ટકા વ્યસ્ક જનવસ્તીને કોવિડ વેકસીનનો પહેલા ડોજ આપવામાં આવ્યો છે.દેશ બીજા ડોજની કવરેજમાં પણ ૭૦ ટકાની આસપાસ પહોંચી ચુકયો છે.૧૦ દિવસની અંદર જ ભારતે લગભગ ત્રણ કરોડ કિશોરોને પણ રસીકરણ કરી દેવામાં આવ્યું છે.

Previous articleધ્યાન રાખો કિડની અને (કીડસ)ની
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨ લાખ ૨૬ હજાર નવા કેસ નોંધાયા