ચારિત્ર્યની મહેક:– રોનક ચૌધરી(વચનામૃત : જીવન માર્ગદર્શક )

102

માર્ટિન લૂથર કિંગે કહ્યું હતું કે વ્યક્તિનું મૂલ્યાંકન તેમનનાં જાતિ, વર્ણ, કે રંગના આધારે નહીં પરંતુ તેમનામાં કેટલી ચારિત્રિક દૃઢતા છે તેના આધારે થવું જોઈએ.
આવું દૃઢ ચારિત્ર્ય એક ઉત્તમ રાજા અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે. એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં બાળકોને શિક્ષણમાં જ શીલ, સદાચાર અને ચારિત્ર્યના પાઠ શિખવવામાં આવતા હતા. નચિકેતા, ધ્રુવ, લક્ષ્મણ જેવા અનેક ચારિત્ર્યયુક્ત બાળ-યુવાનોની ગાથા આજે પણ આપણે ગાઈએ છીએ.લોક સમ્રાટ સરદાર વલ્લભભાઈ પટેલને આજે પણ લાખો યાદ કરે છે. કારણ છે શુદ્ધ પારદર્શી ચારિત્ર્ય ! સરદારના જીવનનો સંદેશ આપતું હિમાલયના શિખર સમું ગગનચુંબી જીંટ્ઠેંીર્ ક ેંહૈંઅ સ્ટિલ, સિમેન્ટનું માત્ર કોઈ પૂતળું નથી પરંતુ શુદ્ધ ચારિત્ર્યનું પ્રતિમાન છે.
આજના ભૌતિક યુગમાં જયારે ધન અને સમૃદ્ધિને વધારે મહત્ત્વપૂર્ણ સમજીને તે પ્રમાણે જીવનની દિશા અને દશા નક્કી કરે છે તેવા લોકોને યાદ કરાવવામાં આવ્યું છે કે
If wealth is lost, nothing is lost;
If health is lost, something is lost;
But if character is lost, everything is lost.
સ્પષ્ટ છે કે જીવનમાં સૌથી વધારે અગત્યનું ચારિત્ર્ય છે. ધનાદિક અન્ય બાબતોનો મબલખ પૂરવઠો હોવાં છતાં બોક્સર મોહમ્મદ અલી અને માઈકલ જેક્શન જેવા તેજસ્વી તારલાઓને પણ કોર્ટના ફરમાનોએ ડાઘ લગાડ્યા છે તે જગજાહેર છે. આટલી ઉંચાઈએ પહોંચ્યા પછી પણ શા માટે માણસનું ચારિત્ર્ય આટલું વહેલું ઓગળી જાય છે. તેનું કારણ છે અંદરથી ચારિત્ર્યની મહત્તા સમજાઈ નથી. વળી, તેના માટે વિચારનું સાતત્ય પણ દેખાતું નથી.
કેવળ માન માટે, જાહેરમાં ચારિત્ર્ય બતાવવું એ ચારિત્ર્યની પરખ નથી. પરંતુ ખરેખર તો ‘Character is known in the dark`, જ્યારે આપણા પર કોઈની નજર ન હોય ત્યારે આપણે કઈ રીતે વર્તીએ છીએ, એના આધારે આપણા ચારિત્ર્યનું માપ નીકળે છે.
૧૩ July, ૧૯૭૭ના દિવસે અત્યાર સુધી ક્યારેય ન બની હોય તેવી ઘટના અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં બની. સમય હતો રાતે ૯.૩૦ વાગ્યાનો.
આખું શહેર અચાનક ગાઢ અંધકારમાં ડૂબી ગયું, કારણ હતું wt Power cut off. ગણતરીના કલાકો બાદ સવારે સૂરજે ક્ષિતિજ પરથી ડોકિયું કર્યું ત્યારે ખબર પડી કે શહેરનાં તમામ શો-રૂમ, નાની નાની દૂકાનો તથા મોલ લુટાઈચૂક્યા છે. પોલીસે તપાસ આદરી તો જાણવા મળ્યું કે સુખી ઘરનાં કહેવાતા લોકો પણ આ Black night robbery માં સામેલ હતા. થોડા સમય માટે અંધારું થયું તેમાં માણસની અસલવૃત્તિ બહાર આવી ગઈ. આ જે અસલવૃત્તિ છે તે જ માણસના ચારિત્ર્યનો માપદંડ છે. ચારિત્ર્યને દેખાડવાની જરૂર નથી તે ગમે ત્યારે સહેજે દેખાઈ જ જશે.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ પણ ઘણીવાર કહેતા : “અંદરથી ચારિત્ર્ય દૃઢ કરો અને શુદ્ધ ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરો” તે માટે તેઓએ એવા ચારિત્ર્યવાન યુવાનોની ફોજ તૈયાર કરી જે અંદરથી શુદ્ધ ચારિત્ર્યવાન હોય.
પ્રમુખસ્વામી મહારાજને અમેરિકામાં એક વખત ૧૦ શહેરોની ‘કિ ટૂ ધિ સિટી’ અર્પણ કરવામાં આવી. એક ભારતીય ધર્મગુરુ માટે આ મોટું સન્માન હતું.
આ સમાચારે કેવળ ભારતીયો જ નહિ પરંતુ ત્યાંના મૂળ નિવાસીઓને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. તેમાંના એક શહેરના નાગરિકોએ તેમના મેયરને વાત કરી,“તમે ક્યારેય પ્રમુખસ્વામીને જોયા નથી, એમના પ્રસંગમાં આવ્યા નથી, એમના જીવન વિશે કાંઈ જાણતા નથી છતાં આટલું મોટું સન્માન શા માટે આપ્યું?ચકાસણી કરીને આપો.” ત્યારે મેયરે જવાબ આપ્યો,“તમારી વાત સાચી છે અમે પ્રમુખસ્વામી વિશે જાણતા નથી પણ તેના યુવાન શિષ્યો આપણા શહેરમાં રહે છે. તેમનું ચારિત્ર્ય એટલું ઉત્કૃષ્ટ છે કે તેમને જોઈને અમને વિચાર આવ્યો કે જેના શિષ્ય આવા હોય તેના ગુરુ કેવા હશે.”
કુવામાં હોય તો હવાડામાં આવે, એ કહેવત પ્રમાણે ગુરુ સોળ આની વર્તે ત્યારે શિષ્ય બે આની વર્તે. પ્રમુખસ્વામી મહારાજ સોળ આની વર્તનારા ગુરુ હતા. તેમની પાસે ગંગા જેવી પવિત્રતા હતી અને હિમાલય જેવા ઉચ્ચ ચારિત્ર્યની શક્તિ હતી.
જોકે એમની મૂડી હતી બે જોડી કપડા અને એક માળા. છતાં તેમના ચારિત્ર્યથી નતમસ્તક બ્રિટન, કેનેડા, કેન્યા જેવા દેશોની પાર્લામેન્ટે તેમનું અભૂતપૂર્વ સન્માન કર્યું હતું.
સામાન્ય રીતિથી જીવન જીવીને લોકોનાં હૃદય પર રાજ કરનાર સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવન દ્વારા આ પ્રેરણા આપી ગયા. તેમના જીવનથી આપણે પણ પ્રેરણા પ્રાપ્ત કરીને શુદ્ધ ચારિત્ર્યવાન સમાજનો ભાગ બનીએ.