રાણપુર ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોની હાજરીમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

88

પ્રજાસત્તાક પર્વની દેશભર માં આન,બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર તથા ઉપ.સરપંચ સુરેશભાઈ પરમાર તથા સભ્ય અમનભાઈ સાવધરીયાના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે રાષ્ટ્રગીત તથા દેશ ભક્તી ગીતનું ગાન કરવામાં આવ્યુ હતુ અને ધ્વજને સલામી આપવામાં આવી હતી.આ ધ્વજ વંદન કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો,વેપારી આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર