બોટાદ ચોવીસી વરિયા પ્રજાપતિ જ્ઞાતિની દીકરીઓ માટે પ્રથમ સમૂહલગ્ન સમારોહ યોજાયો

318

11 નવદંપતીઓ લગ્નગ્રંથિએ જોડાયા વિસામણબાપુની જગ્યા ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્માળાબાએ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા
બોટાદ જિલ્લાના પાળીયાદ મુકામે શ્રી ચામુંડા માતાજી મઢ મોકાણી પરીવાર દ્વારા જગત જનની માં ચામુંડા અને પુ.વિસામણબાપુની જગ્યા ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુના આશીર્વાદથી સમસ્ત બોટાદ ચોવીસી વરિયા પ્રજાપતિ જ્ઞાતિની દીકરીઓ માટે પ્રથમ 11 સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પાળીયાદ પુજ્ય વિસામણબાપુની જગ્યા ખાતે આવેલ ફુલવાડીમાં 11 નવદંપતીઓને પાળીયાદ જગ્યાના મહંત નિર્માળાબા માં, જગ્યાના સંચાલક ભયલુબાપુ, ગાયત્રીબા અને બાળઠાકર પૃથ્વીરાજબાપુ ખાસ આશીર્વાદ આપવા પધાર્યા હતા.

બોટાદ ચોવીસી વરિયા પ્રજાપતિ સમુહલગ્ન સમારોહ શ્રી ચામુંડા માતાજી મઢ પાળીયાદની કમિટીના સભ્યોત્રિભોવનભાઈ ઉકડભાઈ મોકણી, રાઘવભાઈ રતનશીભાઈ મોકાણી, દિનેશભાઇ નાનજીભાઈ મોકાણી, પ્રવીણભાઈ મગનભાઈ મોકાણી, કાનજીભાઈ અરજણભાઈ મોકાણી, વિરજીભાઈ કરસનભાઈ મોકાણી, ધનજીભાઈ વિરજીભાઈ મોકાણી, વિઠ્ઠલભાઈ રવજીભાઈ મોકાણી, ગણેશભાઈ મોહનભાઇ મોકાણી, નારણભાઈ પ્રાગજીભાઈ મોકાણી, સુરેશભાઈ ગોરધનભાઇ મોકાણી સહિતના સભ્યોએ આયોજન કરવા ભારે જહેમત ઉઠાવી હતી, આ પ્રસંગે આગેવાનો તથા સમાજના ભાઈઓ-બેહનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરમાં અર્હમ યુવા-સેવા ગૃપ દ્વારા ગરીબોને મીઠાઈનું વિતરણ કરાયું
Next articleજગવિખ્યાત અલંગ જહાજવાડાની મુલાકાત લેતાં જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનર