વિદ્યાસહાયકો માટે ફોર્મની વ્યવસ્થામાં-અવ્યવસ્થા : દેકારો

109

રાજ્ય માં વિદ્યાસહાયકની ભરતી માટે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ગત ૬ ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી પ્રિન્ટ કાઢી અરજદારે રૂબરૂમાં સબમિટ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે આ ફોર્મ સબમિશન શહેરમાં ક્રેસંટ સર્કલ ખાતે આવેલી ધનેશ મહેતા હાઈસ્કૂલ એકજ સેન્ટર ફાળવવામાં આવ્યું છે જયાં પુરતી વ્યવસ્થાના અભાવે અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી હતી વહેલી સવારથી અરજદારોએ કતારો લગાવી હતી પરંતુ ટોકન વિતરણમા વિલંબ થતાં જિલ્લા ભરમાથી આવેલ અરજદારોએ હોબાળો મચાવ્યો હતો આથી તંત્રના અધિકારીઓ પણ એક તબક્કે મુંજાયા હતાં આ રીતે ભરતી પ્રક્રિયાને લઈને અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Previous articleપાલીતાણાના પ્રખ્યાત જૈન મંદિરોની જર્મન રાજદૂતે મુલાકાત લીધી, મંદિરોના બારીક કોતરકામ અને કલાકારીથી પ્રભાવિત થયા
Next articleઆજે ભાવનગરમાં ૧૭ નવા કોરોનાના કેસ નોંધાયા, ૧૯ કોરોનાને માત આપી, ૨ના મોત