લવ-જેહાદ કાયદોઃગુજરાત સરકારને સુપ્રીમનો મોટો ઝટકો, હાઇકોર્ટેના ચુકાદા પર સ્ટે આપવાનો ઈનકાર

68

નવીદિલ્હી,તા.૧૪
સુપ્રીમકોર્ટે લવ-જેહાદ કાયદા પર રાહત મળવાની આશા રાખીને બેઠેલી ગુજરાત સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના આદેશની કેટલીક જોગવાઈઓ પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કર્યો છે અને કહ્યું છે કે તે હાઈકોર્ટેના ચુકાદામાં દખલ ન કરી શકે. જોકે સુપ્રીમકોર્ટે મામલાનું પરીક્ષણ કરવા કહ્યું છે. સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ઈસ્યુ કરી છે. આ પહેલાં હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી એ વાત સાબિત થતી નથી કે છોકરીને લાલચ આપીને ફસાવવામાં આવી છે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિની વિરુદ્ધ લવ-જેહાદ કાયદા અંતર્ગત હ્લૈંઇ ન નોંધી શકાય.ગત વર્ષે ઓગસ્ટમાં લવ-જેહાદવિરોધી કાયદાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે લવ- જેહાદ કાયદાઓની કેટલીક ધારાઓને લાગુ કરવા બાબતે મનાઈ ફરમાવી હતી. હાઈકોર્ટે આ અરજી જમિયત ઉલેમા-એ-હિન્દની અરજી પર સંભળાવ્યો હતો. ગુજરાત સરકારે ૧૫ જૂન ૨૦૨૧ના રોજ કથિત લવ-જેહાદને રોકવા માટે ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા(અમેન્ડમેન્ટ) અધિનિયમ ૨૦૨૧ને લાગુ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે આ કાયદાની જોગવાઈઓ એવી વ્યક્તિઓ પર લાગુ ન થઈ શકે, જેમના ઈન્ટર-રિલિજિન લગ્નમાં બળ કે છેતરપિંડીનો કોઈ પુરાવો મળ્યો ન હોય. કોર્ટે વધુમાં નોંધ્યું કે જ્યાં સુધી એ સાબિત થઈ શકતું નથી કે છોકરીને લાલચ આપીને ફસાવવામાં આવી છે ત્યાં સુધી કોઈ વ્યક્તિની વિરુદ્ધ હ્લૈંઇ ન નોંધી શકાય. કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે વયસ્ક વ્યક્તિઓ વચ્ચે સ્વતંત્ર સહમતી અને કોઈપણ પ્રકારના પ્રલોભન કે છેતરપિંડી વગરના ઈન્ટર-રિલિજન લગ્નને ગેરકાયદે રીતે ધર્મપરિવર્તનના ઉદેશ સાથેના લગ્ન ન કહી શકાય. કોર્ટે એક અરજીના જવાબમાં વચગાળાનો ચુકાદો આપ્યો હતો

Previous articleરાહુલ પર બીજેપી ૧૦૦૦ રાજદ્રોહના કેસ દાખલ કરશે
Next articleભાવનગરના ચાર પોલીસ જવાનો સહિત પાંચના જયપુર નજીક અકસ્માતમાં મોત