રાશીદ મારી જાતીય સતામણી કરતો હતો, મારૂં ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

93

રાજકોટમાં મહિલા પોલીસકર્મીનું ગળું દબાવી અને પોતાના ક્વાર્ટરમાં હત્યાનો પ્રયાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલ રાશીદ સસ્પેન્ડ, ૩૦૭નો ગુનો દાખલ
રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાશીદ સામે હત્યાની પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. રેશાદ સિંજાતના ક્વાર્ટરમાંથી મંગળવારના રોજ મહિલા પોલીસ બેભાન હાલતમાં મળી આવી હતી. સમગ્ર મામલે રાશીદ સિંજાત વિરૂદ્ધ ગુનો નોંધાતા તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રામનાથપરા પોલીસ લાઈનમાં મંગળવારના રોજ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રાશીદના ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી આવી હતી. મહિલા કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી આવતાં તેને દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.બેભાન હાલતમાં રહેલી મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવતા તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મામલતદાર સમક્ષ મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવતા તેનું ડીડી નોંધવામાં આવ્યું છે. મહિલા કોન્સ્ટેબલે નોંધાવતા જણાવ્યું છે કે, રાશીદ ઘણા સમયથી મને હેરાન પરેશાન કરતો હતો. તેમજ જાતીય સતામણી પણ કરતો હતો. મંગળવારના રોજ તેણે પોતાના ક્વાર્ટરમાં મારું ગળું દબાવી મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે પ્રયાસ અંતર્ગત હું બેભાન થઈ જતા મને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Previous articleભાવનગરની સરકારી કચેરીઓ અને સાર્વજનિક સ્થળોએ તમામ બોર્ડ ગુજરાતીમાં ફરજીયાત
Next articleનવા ટીવી શો સ્પાય બહુમાં કરીના કપૂર ખાન દેખાશે