તળાજા નગરપાલિકાનું 70 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી નીકળતા કનેક્શન કાપ્યું, એક કલાકમાં નાણાં ભરપાઈ થતા ફરી શરૂ

98

કનેક્શન કાપ્યા બાદ તુરંત નાણાં ભરપાઇ કરતા ફરી કનેક્શન શરૂ કરવામાં આવ્યુ
તળાજા નગરપાલિકાનું 70 લાખ રૂપિયાનું વીજબીલ બાકી અને યોગ્ય સમયે વીજ બિલ ભરવામાં નહીં આવતા આજે PGVCL દ્વારા નગરપાલિકાના ડ્રેનેજ સહિતના વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તળાજા બ્રાન્ચ દ્વારા આજે તળાજા નગરપાલિકાના બાકી વીજબીલ અનુસંધાને નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તુરંત નાણાં ભરપાઇ કરતા ફરી કનેક્શન શરૂ કરવામાં આવ્યુ હતુ.

ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વીજબીલનું લેણું બાકી હોય અગાઉ પણ PGVCL દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ઉચ્ચ અધિકારીઓની સમજાવટ અને બાકી રહેલું લેણું ભરી દેવાની ખાત્રી મળતા કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ તે દરમિયાન આજે પણ નગરપાલિકા પાસે PGVCL કચેરીનું 70 લાખ રૂપિયા જેટલું વીજ બિલ બાકી થઈ જતા અને યોગ્ય સમયે ભરપાઈ ન થતાં PGVCL દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ડ્રેનેજ પબ્પિંગ, સ્ટ્રીટ લાઈટ સહિતના વિવિધ કનેક્શનનો જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા, નગરપાલિકાની બેદરકારીના કારણે સામે આવી હતી.