ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણાર ખાતે વિદ્યાર્થીઓએ લોકભારતી સણોસરાના નિયામક હસમુખભાઈ દેવમૂરારિના માર્ગદર્શન સાથે આકાશદર્શન માણ્યું છે. લોકશાળામાં ’વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ ઉત્સવ સપ્તાહ સંદર્ભે અહીં શ્રી ધરતીબેન જોગરાણા અને સંસ્થા પરિવારના સંકલનથી બ્રહ્માંડ, અવકાશ, સૂર્યમંડળ વગેરેની જાણકારી કાર્યક્રમ આયોજન થયું.
















