રાણપુરમાં વિવેકાનંદ કો.ઓ. સોસા.ના ચેરમેને સભાસદોની આરતી ઉતારી

822

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી દ્રારા ૨૧ મી વાર્ષિક સાધારણ સભાની સાથે નવા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સવારમાં ગાયત્રી યજ્ઞ સાથે સમારોહની શરૂઆત થઈ હતી  અને નવા કાર્યાલયનુ  ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ સાથે ૨૧ મી સાધારણ સભા યોજાઈ હતી જેમા ચેરમેન-ઘનશ્યામભાઈ સાવધરીયા, ડાયરેક્ટર- ડો.જગદીશ પંડ્યા, ડાયરેક્ટર-વિનયચંદ્ર મકવાણા, ડાયરેક્ટર-રવિન્દ્રભાઇ અમદાવાદીયા સહીત મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત ગાયત્રી ચાલીસાથી કરવામાં આવી હતી. આ સમયે ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરીયા દ્વારા હાજર તમામ સભાસદો ની આરતી ઉતારી ને કંઈક નવો જ સંદેશો આપવામાં આવ્યો હતો આ અંગે ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરીયા એ જણાવ્યુ હતુ કે અમારી સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી ના કોઈ પણ સભ્ય ના મૃત્યુ બાદ તરત દસ હજાર ની તાત્કાલિક સહાય આપવામાં આવે છે.સાથે જે સભાસદોના બાળકોએ ૧૦ અને ૧૨ માં ધોરણ માં સારા ટકા મેળવ્યા હોય તેવા બાળકો નુ વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવે છે.

Previous articleવહીવંચા બારોટ સમાજની વાડીના નવા બિલ્ડીંગનો પ્રારંભ
Next articleબોટાદના ઢાકણીયા રોડ પર ખાનગી બસ પલટી જતા પર મુસાફરોને ઈજા