બોટાદના ઢાકણીયા રોડ પર ખાનગી બસ પલટી જતા પર મુસાફરોને ઈજા

1288

સુરત ના માંગરોળ, અક્લેશ્વર નારોલ અને આબસની ના મુસાફરો ભરી ગત તારીખ ૨૫ ના રોજ બસ નબર એ.આર .૧૧ એ ૬૬૫૫ બોટાદ તાલુકાના ખાખુઈ સુખનાથ મહાદેવ મદિરે પુનમ ભરવા આવેલ .અને ૨૬ ના રોજ વહેલી સવારે તે બસ પરત ફરી રહી હતી ત્યારે બસ ના ચાલકે  સવારના ૮ વાગ્યાની આસપાસ  ઢાકણીયા રોડ પર સ્ટેરીગ પર કાબુ ગુમવતા બસ વોકળામાં ખાબકી હતી .બસ વોકળામાં ખાબકતા તેમાં સવાર મુસાફરો ની ચીચીયારીથી રોડ ગુજી ઉઠ્યો હતો .ત્યારે આજુબાજુના લોકો અને પોલીસ ને જાણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલ બસમાં બેઠેલા ઈજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બ્હાર કાઢેલ .તેમજ  નાની મોટી ઈજાઓ થયેલ લોકોને ૧૦૮ મારફતે  સારવાર માટે  બોટાદ ની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા . આ અકસ્માત માં ૫૨ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જેમાં ૧૦ લોકોને ખાનગી હોસ્પિટલ માં રીફર કરવામાં આવ્યા હતા .તો બીજી તરફ બસ વોકળામાં ખાબકતા બસ ડાઈવર ભાગી ગયેલ .જો કે કોઇપણ જાનહાની થવા પામી ન હતી બસની અકસ્માત ની જાણ થયા લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા.

ઈજાગ્રસ્તની વ્હારે શહેર ભાજપની ટીમ

બોટાદ ના ઢાકણીયા રોડ પર ખાનગી બસ પલટી મારતા ૫૨ લોકોને નાની મોટી ઈજાઓ થયેલ તે તમામ લોકોને સારવાર માટે બોટાદ ની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા .ત્યારે બોટાદ શહેર ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા ,નગરપાલિકા પ્રમુખ મહાસુખભાઈ તેમજ શહેર ભાજપ ની ટીમ સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયેલ.

પૂનમ-અમાસે અનેક ખાનગી બસો આવે છે

દર અમાસે અને પુનમ ભરવા દુર દુર થી લોકો ખાખુઈ સુખનાથ મદિરે આવતા હોય છે .ત્યારે લાખો ની સખ્યામાં આવતા લોકો ખાનગી બસો માં મુસાફરી કરીને આવે છે ત્યારે મોટી સખ્યામાં બસો આવતી હોવાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર જયારે સુખનાથ મદિરે થી એક સાથે  બસો નીકળે છે જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે અનેક વાહન ચાલકો બે ફીકરાઈથી બસો ચલાવતા જોવા મળતા હોય છે ત્યારે આવા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા પગલા ભરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

Previous articleરાણપુરમાં વિવેકાનંદ કો.ઓ. સોસા.ના ચેરમેને સભાસદોની આરતી ઉતારી
Next articleકેરમ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ વિજેતા