ત્રીજા દિવસે પણ એકપણ કેસ ન નોંધાયો, ગ્રામ્ય કોરાના મુક્ત થયું, ૩ કોરોના માત આપી

66

શહેરમાં ૪ અને ગ્રામ્યમાં ૦ દર્દીઓ મળી કુલ ૪ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ છે. આજે ભાવનગર જિલ્લામાં એકપણ કેસ ન નોંધાતા તંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતના શ્વાસ લીધા છે. શહેર ત્રીજા દિવસે પણ કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા રાહત થઈ હતી અને ગ્રામ્યમાં જે ૩ કેસ બાકી હતા તે પણ કોરોના મુક્ત થતા ગ્રામ્ય કોરોના મુક્ત થયું, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૩ કેસ મળી કુલ ૩ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.શહેરમાં ૪ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૪ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૩૮ કેસ પૈકી હાલ ૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleગુજરાતી ફિલ્મ ‘પ્રેમ પ્રકરણ’ ના કલાકારો ભાવનગરના આંગણે
Next articleજૂનાગઢના કેદીઓ અને પોલીસ જવાનો વચ્ચે ભાવનગર જિલ્લા જેલમાં મારામારી સર્જાઈ