જૂનાગઢના કેદીઓ અને પોલીસ જવાનો વચ્ચે ભાવનગર જિલ્લા જેલમાં મારામારી સર્જાઈ

135

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા : ઈજાગ્રસ્ત કેદીઓના પરીજનોએ જેલ સ્ટાફ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યાં મામલો ગૃહ મંત્રી સુધી પહોંચવાની સંભાવના
ભાવનગર સબ જેલમાં શનિવારે રાત્રે જુનાગઢ ના કેદીઓ અને પોલીસ સ્ટાફ વચ્ચે મારામારી સર્જાતાં ઘવાયેલ કેદીઓને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મુદ્દે કેદીના પરીવારે જેલ સ્ટાફ વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રી ને રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં જુનાગઢ જેલના પાકાં કામના કેદીઓ જેમાં નિહાલ ગુલામ અબ્બાસ ભૂરાણી નિશાદ નિહાલ ભૂરાણી ઝહિર વજીર ભૂરાણી તથા નવશાદ ગુલાબ અબ્બાસ ભુરાણી આ આઈપીસી કલમ ૩૦૨ની કલમ હેઠળ સજા કાપવા ભાવનગર સબ જેલમાં લાવવામાં આવ્યા હતા જયાં જેલ સત્તાવાળ સ્ટાફ દ્વારા જેલની શિસ્ત નું કડક પણે પાલન કરવા કેદીઓને જણાવતાં પ્રથમ સ્ટાફ-કેદીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મામલો મારામારી માં પરીણમતા કેદીઓએ સ્ટાફને માર માર્યો હતો અને સામા પક્ષે સ્ટાફ દ્વારા પણ કેદીઓને ઠમઠોર્યા હતાં આથી ઈજાગ્રસ્ત પોલીસ જવાનો તથા કેદીઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે કેદીઓના પરીવારે જેલ સ્ટાફ વિરુદ્ધ એવો આક્ષેપ કર્યો હતો કે નવા કેદીઓ પર ધાક બેસાડવા અને જેલમાં પાન-માવા સહિતની વસ્તુઓ ના ધંધા માટે દબાણ કરાતાં કેદીઓએ અધિકારીઓ ને કાયદામાં રહેવા જણાવતાં ઉશ્કેરાયેલા સ્ટાફ એ કેદીઓને બેફામ માર માર્યો હતો આ અંગે પરીજનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે આ અંગે ભાવનગર જિલ્લા જેલના ઈન્ચાર્જ બી.સી સોલંકી એ જુનાગઢ ના ૪ કેદીઓ વિરુદ્ધ ગેરશિસ્ત અને ફરજમાં રૂકાવટ હુમલો વગેરે કલમ હેઠળ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleત્રીજા દિવસે પણ એકપણ કેસ ન નોંધાયો, ગ્રામ્ય કોરાના મુક્ત થયું, ૩ કોરોના માત આપી
Next articleરશિયા-યુક્રેનમાં યુધ્ધની આફતમાં ઘેરાયેલાં વિદ્યાર્થીઓ પૈકી પ્રાપ્તિ કામદાર વિદ્યાર્થીની હેમખેમ પરત ફરી