ભાવનગરના બુધેલ ગામમાં બે દીકરીઓએ પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા

81

બને દીકરીઓ પિતાની અંતિમઈચ્છા પૂરી કરી હતી
ભાવનગર જિલ્લાના બુધેલ ગામનાં વાણંદ પરિવારના દિનેશભાઈ ગોરધનભાઈ નાથાણીનું તા.28-2-22 સોમવારના રોજ અવસાન થતા તેમની બે પુત્રીઓ શ્વેતા નિકુંજભાઈ બુધેલીયા અને પૂર્વી મિલનભાઈ હિરાણીએ પિતાની અંતિમ ઈચ્છા પ્રમાણે પિતાને કાંધ આપી હતી.બને દીકરીઓ પિતાની અંતિમઈચ્છા પૂરી કરી હતી, છેક સ્મશાન સુધી જઈ બે પુત્રીઓએ દિવંગત પિતાને મુખાગ્નિ આપી હતી. આ બંને પુત્રીઓ એ પિતા પરાયણતા ને ખરા હૃદયથી સંસ્મરણ માં કાયમ માટે ભરી હતી. આમ દીકરાની ખોટ દીકરીએ પૂરી કરી વાણંદ સમાજ ને એક પ્રેરણા આપી છે.

ભાવનગરના બુધેલ ગામમાં રહેતા વૃધ્ધ દિનેશભાઈ ગોરધનભાઈ નાથાણીનું તાજેતરમાં બિમારીને લઈ ને અવસાન થયું હતું. મૃતક વૃધ્ધને સંતાનમાં માત્ર બે પુત્રીઓ જ હોય જેને પણ સાસરે વળાવી હતી. દિનેશભાઇ અવસાનને લઈ ને તેને સ્મશાન સુધી કાંધ કોણ આપશે? આવી મહામારીમાં અંતિમ સંસ્કાર કોણ કરશે? સહિતના સવાલો ને લઈને નજીકના સ્નેહીઓ ચિંતાતુર હતાં. એવાં સમયે દિનેશભાઈની બંને પુત્રીએ હિંમતભેર સ્મશાન સુધી પોતાના પિતાની અંતિમ ઈચ્છા પ્રમાણે કાંધ આપી હતી. દીકરીના આ નિર્ણયને સ્વજનોએ સ્વિકારી હતી અને શ્વેતા નિકુંજભાઈ બુધેલીયા અને પૂર્વી મિલનભાઈ હિરાણીએ વૃધ્ધના ઘરથી સ્મશાન યાત્રામાં કાંધ આપી સ્મશાને પહોંચી વસમી વેળાએ ભારે હૈયે દિનેશભાઇની ચિતાને મુખાગ્નિ આપી પુત્ર ધર્મની ફરજ અદા કરી સમાજમાં નવો રાહ ચિંધ્યો હતો.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કુલ ૮૦૧૩ કેસ નોંધાયા
Next articleયુક્રેનમાં ફસાયેલા ભાવનગરના વિદ્યાર્થીઓની હાલત કફોડી હોવાની વાલીઓની રજૂઆત