યુક્રેનમાં ફસાયેલા ભાવનગરના વિદ્યાર્થીઓની હાલત કફોડી હોવાની વાલીઓની રજૂઆત

68

વિદ્યાર્થીઓને સરહદ પાર કરાવી ભારત પરત લાવવા માગ કરવામાં આવી
હાલમાં યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ માં બે દેશોની સરહદે ફસાયેલા ભાવનગરના વિદ્યાર્થીઓ ને વહેલી તકે ભાવનગર પરત લાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓના વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા પણ રજા હોવાને કારણે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. એક સપ્તાહથી રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. આ યુધ્ધને પગલે ભાવનગર સહિત અનેક શહેરોમાંથી અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓના જીવ પડીકે બંધાયા છે. પરિણામે દિનપ્રતિદિન વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા વાલીઓ પ્રબળ માંગ કરી રહ્યાં છે. ત્યારે આજરોજ શહેરના 40 જેટલા વિદ્યાર્થીઓને યુક્રેનની રોમાનીયા સરહદે માઈનસ ડીગ્રી તાપમાન માં અનાજ-પાણી કે છત વિહોણા વિદ્યાર્થીઓની ચિંતા માવતરોને સતત કોરી ખાતી હોય આથી આવા વિદ્યાર્થીઓના વાલીઓએ એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના સંતાનોને વહેલી તકે પરત લાવવા માંગ કરી હતી.

Previous articleભાવનગરના બુધેલ ગામમાં બે દીકરીઓએ પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા
Next articleભાવનગરના શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે “હર હર મહાદેવ”નો નાદ ગુંજી ઉઠ્યો, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું