યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરતો રાણપુરનો વિદ્યાર્થી ઘરે પરત ફરતા પરીવારજનોએ સ્વાગત કર્યુ,લાગણીસભર દ્રશ્યો સર્જાયા

67

વિદ્યાર્થી 2019મા ટર્મોફિલ ખાતે MBBS માટે ગયો હતો, 3 વર્ષ પૂર્ણ કરી 6 સેમ.મા અભ્યાસ ચાલુ છે.
યુક્રેનમા રશિયાના હુમલા વચ્ચે ભારતના ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરનો વિદ્યાર્થી MBBSના અભ્યાસ માટે યુક્રેન ના ટર્મોફિલ વર્ષ -2019મા ગયો છે જે આ હુમલામા સહી સલામત રીતે પોતાના વતન પરત ફરતા પરીવારજનોએ સ્વાગત કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તા. 3/3/22ના રાત્રીના 12.45 ક્લાકે દિલ્લી ખાતે પ્લેન મારફત આવી પહોચ્યો હતો અને તેને તેના પરીવાર સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.તેણે જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા તેને દિલ્લી સુધી અને ત્યાંથી બસ મારફત ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે પહોચ્યો હતો.જ્યા તેના પરીવારજનો લેવા માટે પહોચ્યા હતા.રાણપુર શહેરમા ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરતા ઇલ્યાસભાઇ મહંમદભાઇ ખટુંબરા નો પુત્ર અરકાન MBBSના અભ્યાસ માટે વર્ષ. 2019મા યુક્રેનના ટર્મોફિલ ગયો હતો અને તેને 3 વર્ષ પુર્ણ કરી 6 સેમમા અભ્યાસ ચાલી રહ્યો છે.ત્યારે હાલમા યુક્રેનમા રશિયાના હુમલા થતા ભારતીયો આ હુમલાથી બચવા પોતના વતન સહી સલામત પહોચાડવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામા આવી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીને ત્યાની સરકાર દ્વારા ટેક્સી મારફત રોમાનીયા બોર્ડર પહોચેલ અને ત્યાં ચાર કલાક રોકાયા બાદ ત્યાંથી તા. 2/3/22ના રોજ એરપોર્ટ પહોચેલ અને સાંજના 5 કલાકે પ્લેન ઉપડી રાત્રીના 12.45 કલાકે દિલ્લી એરપોટ ઉપર ઉતર્યા હતા અને ત્યાથી બસ મારફતે ગાંધીનગર સરકીટ હાઉસ આવી પહોચ્યો હતો.જ્યા વિદ્યાર્થીના પરીવારજનો લેવા માટે ગયા હતા. આ વિદ્યાર્થી ને હેમખેમ વતનમા રાણપુર પરત આવી જતા પરીવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને યુક્રેનથી સહી સલામત પરત ફરેલ અરકાન ખટુંબરા એ ભારત સરકાર અને ગુજરાત સરકાર નો આભાર માન્યો હતો.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleયુક્રેનમાં અભ્યાસ કરતા રાણપુરના 2 વિદ્યાર્થીઓ પરત આવતા ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ.
Next articleસિન્ધુનગર ખાતે સંત પ્રભારામ હોલ ખાતે નિરામય ગુજરાત કેમ્પ યોજાયો