સાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે હનુમાનદાદાને આકડાના ફુલોનો દિવ્ય શણગાર, ફરસાણનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો

76

મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિત્તે આકડાના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત દાદાને ફરસાણનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. ઉલ્લેખનીય છે કે મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવારના પવિત્ર દિવસ નિમિત્તે તા. 12 માર્ચના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા ધરાવી આકડાના ફુલોનો દિવ્ય શણગાર અને ફરસાણના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મંગળા આરતી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. હરિપ્રકાશદાસજી દ્વારા શ્રી સ્વામિનારાયણ (શ્રીહરિ) મંદિરમાં પૂજન કરવામાં આવ્યું હતું તથા મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફુલવડી, સક્કરપારા, ચોળાફળી, પુરી, સેવ, ગાંઠીયા, ચેવડો વગેરે ફરસાણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના પટાંગણમાં આજે મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.

Previous articleભાવનગરમાં છેલ્લા એક વર્ષમાં 14 હજાર કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું, 3 હજાર જેટલા જીએસટી નંબર રદ કરાયા
Next articleઠંડા ઠંડા કુલ કુલઃ ઉનાળાના આગમને દેશી ફ્રીઝ તૈયાર